દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

શનિવાર, 18 મે 2024 (00:33 IST)
Milk Tea and Coffee Side Effects
શું તમે પણ ચા અને કોફીના શોખીન છો? જો તમને વહેલી સવારે દૂધવાળી કડક ચા  ન મળે તો શું તમારો મૂડ પણ ખરાબ થઈ જાય છે? જો એમ હોય, તો તમારે ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)નો લેટેસ્ટ રિપોર્ટ વાંચવો જ જોઈએ. ICMR નો રિપોર્ટ તમને આશ્ચર્યચકિત કરી શકે છે, કારણ કે માત્ર તમે જ નહીં પરંતુ દેશની મોટા ભાગની વસ્તી દૂધવાળી ચા ના શોખીન છે. સવારે, બપોર અને સાંજે જ્યારે પણ તમે ઈચ્છો ત્યારે ચા પીવો. જો કોઈ મહેમાન ઘરે આવે છે, તો દૂધવાળી કડક ચા અથવા દૂધવાળી કોફી આપવામાં આવે છે. હવે આ  દૂધવાળી ચા સ્વાસ્થ્ય માટે જોખમી હોવાનું કહેવાય રહ્યું છે.
 
દૂધવાળી ચા અને કોફી છે ખતરનાક 
 ICMRના નવા અભ્યાસ મુજબ, જો તમે દૂધવાળી ચા કે કોફી પીઓ છો તો તે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. રિપોર્ટ અનુસાર દૂધવાળી ચા કે કોફી નર્વસ સિસ્ટમને નુકસાન પહોંચાડે છે. તેમજ જો તમે જમતા પહેલા કે પછી ચા કે કોફી લો છો તો તેનાથી હાઈપરટેન્શન થઈ શકે છે. જમ્યા પહેલા કે પછી ચા પીવાથી પણ હાર્ટના રોગનું જોખમ વધી શકે છે.
 
દૂધની ચા પીવાને બદલે શું પીવું જોઈએ?
હવે આવી સ્થિતિમાં લોકોએ શું કરવું જોઈએ? કારણ કે મોટાભાગના લોકોની સવાર ચા વગર અધૂરી હોય છે. તેમાંથી ઘણા એવા લોકો છે જેઓ નાસ્તો, લંચ અને ડિનર પછી પણ ચા અને કોફી પીવાનું પસંદ કરે છે. આવા લોકોને ICMR દ્વારા દૂધ વગરની બ્લેક ચા અથવા કોફી પીવાની સલાહ આપવામાં આવી છે.
 
દૂધની ચા આ રોગોનું કારણ છે
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે જ્યારે તમે દૂધ વગરની ચા પીઓ છો તો તેનાથી તમારા સ્વાસ્થ્યને ફાયદો થાય છે. દૂધ વગરની ચા અને કોફી પીવાથી બ્લડ ફ્લો સુધરે છે.   તેનાથી હાર્ટને લગતી બીમારીઓ અને પેટના કેન્સરનું જોખમ પણ ઘટી શકે છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે જ્યારે આપણે કેફીન ધરાવતી વસ્તુઓનું સેવન કરીએ છીએ ત્યારે તેમાં રહેલા ટેનીન આપણા શરીરમાં આયર્નના શોષણમાં અવરોધ ઉભો કરે છે.  તેનાથી શરીરમાં આયર્નની ઉણપ થઈ શકે છે. આ સમસ્યા એનિમિયાનો ખતરો ઉભો કરે છે. 
 
ICMR ની લેટેસ્ટ રીપોર્ટ  આપણા બધા માટે ચિંતાજનક તબક્કો છે. જો તમારે સ્વસ્થ રહેવું હોય તો આજે જ તમારી આદતો બદલો, ખાસ કરીને ખાવાની આદતોને લગતી ખરાબ ટેવો સુધારી લો. આવું કરવાથી તમે સ્વસ્થ રહેવાની સાથે સાથે અનેક ગંભીર બીમારીઓના જોખમથી પણ બચી શકો છો.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર