National Dengue Day 2024: સતત ઉલ્ટી અને હાથ પગ પર દાણા, આ ડેંગુના લક્ષણ હોઈ શકે.. જાણો શુ કરવુ

ગુરુવાર, 16 મે 2024 (11:33 IST)
મચ્છરોથી પેદા થનારી બીજી બીમારીઓ ભલે ઓછી થઈ રહી હોય પણ ડેંગૂનો ખતરો ઝડપથી વધી રહ્યો છે.  ગરમીની ઋતુ આવતા જ હોસ્પિટલમા ડેંગૂના દર્દીઓની સંખ્યા વધવા લાગી છે.  WHO નુ માનીએ તો દુનિયા પર ડેંગૂનો ખતરો મંડરાય રહ્યો છે.  ડેગૂ ભલે એક વાયરલ ઈંફેક્શન હોય પણ તેમા ઝડપથી ઓછા થતા પ્લેટલેટ્સ તેને ગંભીર બનાવી દે છે. ડેંગૂનો યોગ્ય સમય પર ઈલાજ ન કરવામાં આવે તો તેનાથી જીવ પણ જઈ શકે છે.  તેથી દર વર્ષે 16 મે ના રોજ રાષ્ટ્રીય ડેંગૂ દિવસ  (National Dengue Day) ઉજવાય છે. લોકોને ડેંગૂ બીમારીના લક્ષણો અને બચાવના રીત વિશે જાગૃત કરવામાં આવે છે. 
ડેંગૂના સામાન્ય લક્ષણ 
 
WHO મુજબ, મોટાભાગના લોકોને ડેન્ગ્યુ હોય ત્યારે જ હળવા લક્ષણો હોય છે અને ડેન્ગ્યુ 1-2 અઠવાડિયામાં ઠીક થઈ જાય છે. જો કે ક્યારેક દર્દીને યોગ્ય સારવાર ન મળે તો ઝડપથી ઘટતા પ્લેટલેટ્સ જીવલેણ સાબિત થાય છે. ડેન્ગ્યુના લક્ષણો મચ્છર કરડ્યાના લગભગ 3-4 દિવસ પછી શરીરમાં દેખાવા લાગે છે.
 
- ખૂબ તાવ આવવો 
-  ગંભીર માથાનો દુખાવો
-  આંખો પાછળ દુખાવો
- સ્નાયુઓ અને હાડકામાં દુખાવો
- ઉલટી અને ઉબકા
- હાથમાં સોજો
- શરીર પર ફોલ્લીઓ
 
જે લોકો બીજીવાર સંક્રમિત થાય છે તેમને ગંભીર ડેંગૂનો ખતરો વધુ હોય છે. ડેંગૂના ગંભીર લક્ષણ મોટેભાગે તાવ મટી ગયા પછી આવે છે. જેમા શરીરમાં આ લક્ષણ દેખાય છે.  
 
ડેન્ગ્યુના ગંભીર લક્ષણો
 
તીવ્ર પેટમાં દુખાવો
સતત ઉલટી થવી
ઝડપી શ્વાસ
પેઢા અથવા નાકમાંથી રક્તસ્ત્રાવ
થાક અને બેચેની
ઉલટી અથવા સ્ટૂલમાં લોહી
ખૂબ તરસ લાગે છે
 
ડેન્ગ્યુથી બચવા શું કરવું?
 
જો તમે ડેંગૂના ખતરાથી ખુદને અને તમારા પરિવારને બચાવવા માંગો છો તો મચ્છરોથી ખાસ બચાવ કરો. સાથે જ નીચે બતાવેલ વાતોનો ખ્યાલ રાખો. 
 
- ખાસ કરીને પાર્કમાં કે બહાર જતી વખતે સંપૂર્ણ ઢાંકનારા કપડાં પહેરો
-  જો તમે દિવસ દરમિયાન સૂતા હોવ તો મચ્છરદાની લગાવીને જ સૂઈ જાઓ.
-  ઘરના દરવાજા અને બારીઓ પર મચ્છરદાની રાખો
-  તમારી જાતને મચ્છરોથી બચાવવા માટે થોડી ક્રીમ અથવા સ્પ્રે અથવા પેસ્ટ લાગુ કરો.
- મચ્છરોને ઈંડા મૂકવાની જગ્યાઓ અને પાણી ભરવાની જગ્યાઓ સુધી પહોંચતા અટકાવો
- ઘરની આસપાસ ગંદકી અને કચરો જમા થવાથી બચો
-  પુષ્કળ પાણી પીતા રહો અને લક્ષણો દેખાય તો ડોક્ટરની સલાહ લો.
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર