Heart ને લગતી બિમારીઓથી બચવું છે તો રોજ સવારે ઉઠીને કરો આ કામ
શુક્રવાર, 17 મે 2024 (00:31 IST)
morning walk
દિલ આપણા શરીરનું સૌથી મહત્વનું અંગ છે. તે આપણા શરીરના તમામ ભાગોમાં લોહી પહોંચાડીને ઓક્સિજન અને પોષક તત્વોને પૂરા પાડે છે. એટલે કે સ્વસ્થ જીવન માટે તમારા હાર્ટનું સ્વસ્થ હોવું ખૂબ જ જરૂરી છે પરંતુ આજના વ્યસ્ત જીવનમાં આપણે ઘણીવાર આપણા સ્વાસ્થ્યને અવગણીએ છીએ. આવી સ્થિતિમાં ખરાબ જીવનશૈલી, ખાનપાનની આદતો અને કસરતનો અભાવ હાર્ટને અનેક રોગોના જોખમમાં મૂકી શકે છે.
જો તમે તમારી જાતને સ્વસ્થ અને હાર્ટની બીમારીઓથી દૂર રાખવા માંગો છો તો સવારે ઉઠીને દરરોજ એક કામ કરો. એ કામ કસરત છે, જો કે, એવું જરૂરી નથી કે તમે ખુદને ફિટ રાખવા માટે જિમ જાવ. તમારા દિલને સ્વસ્થ રાખવા માટે જો તમે સવારે અડધો કલાક ચાલશો તો તે ખરાબ કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરશે. દરરોજ અડધો કલાક ચાલવાથી તમારા શરીર અને હાર્ટને સ્વસ્થ રાખી શકાય છે.
દિલના આરોગ્ય માટે એક દિવસમાં કેટલા પગલાં ચાલવું જોઈએ?