ઐશ્વર્યા અને તેની પુત્રી આરાધ્યાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે, જેમાં આરાધ્યા તેને સપોર્ટ કરતી જોવા મળી રહી છે. તેમને તેમની માતાને આ રીતે સપોર્ટ કરતી જોઈને યુઝર્સ તેના વખાણ કરી રહ્યા છે. જે રીતે આરાધ્યા પોતાની મમ્મીનુ ધ્યાન રાખી રહી છે લોકોનુ કહેવુ છે કે આ તેના સંસ્કારોની કમાલ છે. બીજી બાજુ અનેક લોકોનુ કહેવુ છેકે પોતાની માતાને તે ખૂબ પ્રેમ કરે છે. કેટલાક લોકો એવુ પણ કહે છે કે આરાધ્ય બિલકુલ પોતાની માતા પર ગઈ છે. ફક્ત લુક્સ જ નહી તેના હાવ-ભાવથી પણ તે મા જેવી છે. ઉલ્લેખનીય છે કે એશ્વર્યા રાય અનેક વાર રેડ કાર્પેટ પર છવાય ચુકી છે અને ઠીક તેમની જેમ જ તેમની પુત્રી માટે પણ કાંસ કોઈ નવી વાત નથી. તે પણ પોતાની મમ્મી એશ્વર્યા રાય સાથે અનેકવાર કાંસમાં ભાગ લઈ ચુકી છે. કેઝ્યુઅલ સ્ટાઇલિશ બ્લેક ટ્રેકસૂટમાં સજ્જ, આરાધ્યા આખો સમય તેની માતા સાથે રહી અને તેનો હાથ પકડીને હોટેલથી કાર સુધી સાથે રહી હતી.