વર્લ્ડકપમાંથી બહાર થતાં જ પૂર્વ પાકિસ્તાની ખેલાડીએ ઐશ્વર્યા રાય પર કરી અભદ્ર ટિપ્પણી, સોશિયલ મિડીયા પર લોકોએ વ્યકત કર્યો ગુસ્સો

મંગળવાર, 14 નવેમ્બર 2023 (15:32 IST)
aiswarya
પાકિસ્તાન વર્લ્ડ કપ 2023માંથી બહાર થઈ ગયું છે. આ વખતે લીગમાં પાકિસ્તાનનું ખૂબ જ ખરાબ પ્રદર્શન જોવા મળ્યું હતું. એટલું જ નહીં, પાકિસ્તાનને તેની બેટિંગ, બોલિંગ અને ફિલ્ડિંગના કારણે સોશિયલ મીડિયા પર ટ્રોલનો સામનો કરવો પડ્યો હતો. હવે પાકિસ્તાની ટીમ પોતાના દેશ પરત ફરી છે. આવી સ્થિતિમાં પૂર્વ પાકિસ્તાની ક્રિકેટર અબ્દુલ રઝાકે ICC ક્રિકેટ વર્લ્ડ કપ 2023માં પાકિસ્તાનના ખરાબ પ્રદર્શન વિશે વાત કરતા ઐશ્વર્યા રાય બચ્ચન વિશે અભદ્ર ટિપ્પણી કરી છે, જેના કારણે તેને સોશિયલ મીડિયા પર ભારે આલોચનાઓનો સામનો કરવો પડી રહ્યો છે.

 
અબ્દુલ રઝાકના નિવેદનનો એક વીડિયો ઈન્ટરનેટ પર સામે આવ્યો છે જેમાં તે પૂર્વ પાકિસ્તાની ખેલાડીઓ શાહિદ આફ્રિદી, ઉમર ગુલ અને અન્ય સાથે એક ઈવેન્ટમાં જોવા મળ્યો હતો. આ કાર્યક્રમમાં અબ્દુલ રઝાકે ભારતીય અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચન પ્રત્યે અભદ્ર ટિપ્પણી કરી હતી. પાકિસ્તાની ખેલાડીના આ નિવેદનની દરેક લોકો ટીકા કરી રહ્યા છે. આ ઉપરાંત તેને ઘણો ટ્રોલ પણ કરવામાં આવી રહ્યો છે.
 
ઉલ્લેખનીય છે કે ICC વર્લ્ડ કપ 2023માં પાકિસ્તાન ક્રિકેટ ટીમ પોઈન્ટ ટેબલમાં પાંચમા સ્થાને રહી હતી અને નવ મેચમાંથી પાંચ હાર સાથે ટૂર્નામેન્ટના નોક-આઉટ સ્ટેજમાં જગ્યા બનાવવામાં નિષ્ફળ રહી હતી. બાબર આઝમની આગેવાની હેઠળની ટીમને ભારત, અફઘાનિસ્તાન, ઓસ્ટ્રેલિયા, દક્ષિણ આફ્રિકા અને ઈંગ્લેન્ડના હાથે ખરાબ હારનો સામનો કરવો પડ્યો હતો. બીજી બાજુ વર્લ્ડ કપમાંથી બહાર થતાં જ પાકિસ્તાની ક્રિકેટમાં હલચલ મચી ગઈ છે. ટીમના બોલિંગ કોચ દક્ષિણ આફ્રિકાના પૂર્વ બોલર મોર્ને મોર્કલે રાજીનામું આપી દીધું છે. મોર્ને મોર્કેલને જૂન 2023માં પાકિસ્તાન ક્રિકેટના બોલિંગ કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેને 6 મહિના માટે પાકિસ્તાન ટીમનો બોલિંગ કોચ બનાવવામાં આવ્યો હતો.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર