પ્રવાસી ભારતીય દિવસ - મોદીએ કર્યુ ઔપચારિક ઉદ્દઘાટન

ગુરુવાર, 8 જાન્યુઆરી 2015 (11:17 IST)
બુધવારથી શરૂ થયેલ 13માં ભારતીય દિવસનુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઔપચારિક ઉદ્દઘાટન કર્યુ. બુધવારે આ સમારંભનુ ઉદ્દઘાટન કરતા સુષમાએ ભારતવંશીઓને મેક ઈન ઈંડિયા અને સ્વચ્છ ભારત જેવા કાર્યક્રમોમાં રોકાણ કરવાનો અનુરોધ કર્યો. 
વિદેશ મંત્રી સુષમા સ્વરાજે દેશને બદલવામાં પ્રવાસી ભારતીયોને યોગદાનની પલી કરતા કહ્યુ છે કે સરકાર અનેક એવા પગલા ઉઠાવી રહી છે. જેમા આ વ્યવસાય કરવો સહેલો થઈ જશે. આ વખતનો પ્રવાસી ભારતીય સંમેલન મહાત્મા ગાંધીના દક્ષિણ આફ્રિકાથી પરત ફરવાના ઠીક સો વર્ષ પછી આયોજીત થઈ રહ્યુ છે. આ વર્ષના સંમેલનમાં યુવા પ્રવાસી ભારતીયો પર વિશેષ ફોક્સ કરવામાં આવી રહ્યુ છે. જેમાથી અનેક વિદેશમાં જ જન્મ્યા અને ત્યા જ ભણ્યા ગણ્યા છે. 
 
મહાત્મા મંદિર પરિસરમાં પ્રવાસી યુવાઓને સંબોધિત કરતા તેમણે કહ્યુ કે આજે તમારી પસએ ભારતની પુર્ણ સંભાવનાઓને સમજવા માટે અમારા પ્રયાસ હેઠળ અમારી સાથે જોડવા માટે શાનદાર ક્ષણ હાજર છે. ખાસ કરીને વિનિર્માણ. આધારભૂત સંરચનાનો વિકાસ. શિક્ષા. સ્વાસ્થ્ય. કૌશલ વિકાસ. વિજ્ઞાન અને પ્રૌધોગિકી શોધ અને નવાચાર. જ્ઞાન અને અર્થવ્યવસ્થા અને યુવાઓના વિકાસના ક્ષેત્રમાં. પ્રવાસીઓને ભારતની સોફ્ટવેયર તાકતનો સૌથી સારા ઉદાહરણ બતાવતા સુષમાએ કહ્યુ કે પ્રવાસીઓએ ભારતને પોતાના દિલમાં રાખ્યુ છે. તમે હજારો મીલ દૂર રહેતા ભારતની ભાવનાને જીવંત રાખી છે. 
 

વેબદુનિયા પર વાંચો