તમે સપના જુઓ અમે સપના પુરા કરીશુ - વાઈબ્રેન્ટ ગુજરાતમાં નરેન્દ્ર મોદી

સોમવાર, 12 જાન્યુઆરી 2015 (10:41 IST)
ગાંધીનગરમાં આયોજીત વાઈબ્રેન્ટ ગુજરાત સમિટમાં સંબોધન દરમિયાન મોદીએ સૌથી પહેલા પેરિસમાં થયેલ હુમલામાં માર્યા ગયેલા લોકોને શ્રદ્ધાંજલિ આપી. મોદીએ કહ્યુ કે સમગ્ર દુનિયામાં આતંકવાદ વધી રહ્યો છે. તેમણે કહ્યુ કે અમે ફ્રાંસના લોકો  સાથે ઉભા છીએ. મોદીએ આ આયોજનમાં આવેલ બધા ગણમાન્ય લોકોનુ સ્વાગત કર્યુ. મોદીએ કહ્યુ કે હુ ભારત તરફથી તમારા સૌનુ સ્વાગત કરુ છુ. 
 
- મોદીએ કહ્યુ. આજે 100થી વધુ દેશ એક જ છત નીચે એકત્ર થયા છે અને આજે આપણે એક પરિવારની તરફથી બેસ્યા છે. ભારત વસુઘૈવ કુટુમ્બકમમાં વિશ્વાસ રાખે છે. ભારત આખી દુનિયાને પોતાના પરિવાર માને છે. આશા છે કે આપ સૌને અમારી મેહમાનગીરી ગમશે.  આમ પણ ગુજરાતી મહેમાનગીરી કરવામાં થોડા વધુ આગળ હોય છે.  
 
- મોદીએ કહ્યુ. ગુજરાતમાં વર્તમાન દિવસોમાં પતંગબાજીનો મહોત્સવ ચાલી રહ્યો છે અને પતંગબાજી દ્વારા એક સારો મેસેજ આપવાનો પ્રયત્ન કરવામાં આવે છે. મોદીએ કહ્યુ કે પ્રધાનમંત્રી બન્યા પછી હુ દુનિયાના અનેક ભાગોમાં ફર્યો છુ. આ દુનિયાની સૌથી મોટી ચિંતા અર્થવ્યવસ્થા છે.  આમ તો ભારત સરકાર ઠોસ ભવિષ્ય માટે કામ કરી રહી છે. આખી દુનિયામાં ભારત પ્રત્યે આકર્ષણ છે. ગૌરવનો ભાવ છે. 
 
- ગ્લોબલ ગુજરાત સમિટમાં તમારી પાર્ટનરશીપે 6 કરોડ ગુજરાતીને નવી તાકાત આપી છે. 
- અમે વસુધૈવ કુટુંબકમમાં માનીએ છીએ. 100થી વધુ દેશો આજે એક છત નીચે ભેગા થયા છે. સમસ્યાઓમાં વિકાસની તકો રહેલી છે. વાઈબ્રન્ટ ગુજરાત સમિત સાહસિક ઉદ્યોગપતિનો સંગમ છે.  
 
- દુનિયાની મોટી કંપનીઓ અમારી સાથે વેપાર કરવા ઉત્સુક છે. હું જ્યા ગયો છુ ત્યા ભારત પ્રત્યે લોકોએ ભારે રસ બતાવ્યો છે. લોકોને ભારત પ્રત્યે માન છે. ભારત પરિવર્તનના માર્ગે છે. ગાંધીજીએ છેવાડાના માનવીને ફાયદો આપવાની વાત કરી છે. આપણે ગાધીજીના માર્ગે જ આગળ વધવાનુ છે. ભારત ગ્લોબલ લીડરશીપમાં ભાગ લેવા ઉત્સુક છે. ભારત પાસે અનેક સમસ્યાઓનો હલ છે. ભારતને રોકાણનું ગ્લોબલ હબ બનાવવવું છે. ભારત પાસે ત્રણ ડી છે. ડેમોક્રેસી. ડેમોગ્રાફી અને ડિમાંડ. 
 
- વૈશ્વિક સ્તરે ભારતના નિર્ણયોની અસર પડે છે.  
 
- ભારતની 65 ટકા વસ્તી 35  વર્ષથી નીચેની ઉંમરની છે. ભારત પાએ મોટી માત્રામાં મેનપાવર છે. 
 
-7 મહિનામાં અમારી સરકારે અનિશ્ચિતતાનો માહોલ બદલ્યો છે. મારી સરકાર વિશ્વાસ આપવા માંગે છે. અમે ઘોષણા જ નથી કરતા તેનો અમલ પણ કરીએ છીએ. તમે સ્વપ્ન જુઓ છો તેને પુરા કરવાની જવાબદારી અમારી છે.  
 
- એચએસબીસીનો રિપોર્ટ કહે છે કે આવતા વર્ષોમાં દુનિયામાં ભારત સૌથી મોટો નિકાસકારક દેશ બનશે. 
 
- દેશને હાઈ-વેની સાથે આઈ-વે એટલે કે ઈંફરમેશન વેની જરૂર છે. 
 
- આ મીટિંગ એ હ્રદયનું વિચારોનું મિલન છે. અહી હાથ નથી મળતા પણ દિલ મળે છે. 
 
- તમે એક ડગ આગળ વધો. અમે બે પગલાં પાછળ વધીશુ. 
 
- અમે 4 મહિનામાં જ જન ધન યોજના નીચે 10 કરોડ બેંક ખાતાઓ ખોલ્યા છે. અમે વૈશ્વિક લેવલના પોર્ટ બનાવવા કટિબદ્ધ છીએ. અમારે સ્માર્ટ સીટી બનાવવી છે.  ગામોને બ્રોડ બેંડ સાથે જોડવા છે. સ્માર્ટ સીટી બનાવવા એફડીઆઈને ઉત્તેજન આપીશુ. 
 
- હોલીવુડની ફિલ્મથી પણ ઓછા ખર્ચે મંગલાયન મીશન તૈયાર થયુ હતુ. 
 
- પબ્લિક પ્રાઈવેટ પાર્ટૅનરશીપની ફાસ્ટ ટ્રેક નીતિ ઝડપથી બનાવીશુ. અમે સિંગલ વિડો સિસ્ટમને ઉત્તેજના આપીશુ. 
- લોકો કહે છે કે મોદી દરેક ચીજને આટલો હાઈપ કેમ આપે છે. હુ કહુ છુ કે હાઈપ આપવાથી સરકારો સારી ચાલે છે. 

વેબદુનિયા પર વાંચો