શ્રીકૃષ્ણએ કર્યુ હતુ પ્રથમ સરસ્વતી પૂજન, વાંચો કથા

સોમવાર, 30 જાન્યુઆરી 2017 (14:14 IST)
વસંત પંચમીનો દિવસ વિદ્યાની અભિલાષા રાખતા માણસ માટે ખૂબ મહત્વપૂર્ણ હોય છે. સૌથી પહેલા માતા સરસ્વતીની પૂજા પછી જ વિદ્યારંભ કરવામાં આવે છે. આવું કરવાથી માતા પ્રસન્ન થાય છે અને બુદ્ધિમાન અને વિવેકશીલ બનવાના આશીર્વાદ આપે છે. વિદ્યાર્થી માટે માતા સરસ્વતીનો સ્થાન સૌથી પહેલુ હોય છે. 
વસંત પંચમી પર દેવી સરસ્વતીની પૂજા કરવા પાછળ પૌરાણિક કથા છે. તેમની સૌથી પહેલી પૂજા શ્રીકૃષ્ણ અને બ્રહ્માજીએ કરી છે. દેવી સરસ્વતીએ જ્યારે શ્રીકૃષ્ણને જોયા તો તેમના રૂપ પર મોહિત થઈ ગયા અને પતિના રૂપમાં મેળવાની ઈચ્છા કરવા લાગ્યા. ભગવાન કૃષ્ણને  આ વાતની ખબર પડી તો તેણે કીધું કે એ તો રાધાના પ્રત્યે સમર્પિત છે. પણ સરસ્વતીને પ્રસન્ન કરવા માટે તેમને વરદાન આપ્યુ કે દરેક વિદ્યાની ઈચ્છા રાખનારા માધ માસની શુક્લ પંચમીને તમારું પૂજન કરશે. 
 

આ વરદાન આપ્યા પછીએ પોતે શ્રીકૃષ્ણએ પહેલા દેવીની પૂજા કરી. સૃષ્ટિ માટે મૂળ પ્રકૃતિના પાંચ રૂપોમાંથી એક સરસ્વતી છે. જે વાણી, બુદ્ધિ, વિદ્યા અને જ્ઞાનની અધિષ્ઠાત્રી છે. વસંત પંચમીનો અવસર આ દેવીને પૂજન માટે આખા વર્ષમાં સૌથી મુખ્ય છે. કારણકે આ સમયમાં ધરતી જે રૂપ ધારણ કરે છે, એ સુંદરત્મ હોય છે. 
સૃષ્ટિના સૃજકર્યા બ્રહ્માજીએ જ્યારે ધરતીને મૂક અને નીર્સ જોયા તો તેમના કમંડળથી જળ છાંટી દીધું. તેનાથી આખી ધરતી હરિયાળીથી આચ્છાદિત થઈ ગઈ પર સાથે જ દેવી સરસ્વતીને ઉદ્ધવ થયું કે જેને બ્રહ્માજીએ આદેશ આપ્યા કે વીણા અને પુસ્તકથી આ સૃષ્ટિને આલોકિત કરીએ. 
 
ત્યારથી દેવી સરસ્વતીને વીણાથી ઝંકૃત સંગીતમાં પ્રકૃતિ વુહંગમ નૃત્ય કરવા લાગે છે. દેવીના જ્ઞાનનો પ્રકાશ આખી ધરાને પ્રકાશમાન કરે છે. જે રીત આખા દેવ અને ઈશ્વરમાં જે સ્થાન શ્રીકૃષ્ણનો છે તે જ સ્થાન ઋતુઓમાં વસંતનો છે. આ પોતે ભગવાન શ્રીકૃષ્ણએ સ્વીકાર કર્યા છે. 
 
 
 
 

વેબદુનિયા પર વાંચો