પ્રભાસપાટણ મકર સંક્રાતિએ કોઇ પતંગો ઉડાડતુ નથી

મંગળવાર, 13 જાન્યુઆરી 2015 (15:28 IST)
મકર સંક્રાતિએ સમગ્ર ગુજરાતના આભની અટારીઓ રંગબેરંગી પતંગોની રંગોળીઓથી છવાઈ જશે ત્યારે સોમનાથ મહાદેવનું નગર પ્રભાસપાટણનું આકાશ પતંગ વિહોણું હશે.

આ ભૂમિમાં પતંગો ઉડતા નથી એવું નથી ચોમાસાના શ્રાધ્ધ પક્ષોના દિવસોથી છેક દેવ દિવાળી સુધી પતંગ રસિયાઓ પતંગો ઉડાડે છે. લૂંટે પણ છે. અને પતંગો વેંચાય પણ છે તેમજ ખરીદાય પણ છે. પરંતુ મકરસંક્રાન્તિમાં તો પતંગો ઉડાડાતી જ નથી કે વેંચાણ  પણ થતુ નથી. આ વરસો જૂની વણલીખી પરંપરા છે. પતંગો ઉડાડવાની મજા માણતા હોય ત્યારે અહીં પતંગને નો એન્ટ્રી હોઈ પતંગ વિહોણું હા, તલસાંકડી ખવાય છે. મમરાના લાડુ ખવાય છે. દાન - દક્ષિણા કરાય પણ પતંગ ઉડાડતી નથી.

વેબદુનિયા પર વાંચો