ઉજ્જૈન સિંહસ્થ - દસ મહાયોગમાં ઉજવવામાં આવે છે ઉજ્જૈનનો સિંહસ્થ મેળો

સોમવાર, 1 ફેબ્રુઆરી 2016 (17:07 IST)
ઉજ્જૈનમાં આયોજીત થનારો સિંહસ્થ મહાપર્વ દસ મહાયોગ રહેવા દરમિયાન ઉજવવામાં આવે છે. વર્ષ 2016 એપ્રિલ મહિનાથી ઉજ્જૈનમાં સિંહસ્થ ઉજવવામાં આવશે.  આ 12 વર્ષે ઉજવાય છે. જેને લઈને ઉજજૈનમાં ઉત્સવી વાતાવરણ ફેલાય ગયુ છે.  જે દસ મહાયોગનો ઉલ્લેખ શાસ્ત્રોમાં કરવામાં આવ્યો છે તેમા 1. સિંહ રાશિમાં બૃહસ્પતિ, 2. મેષ રાશિમાં સૂર્ય, 3. તુલા રાશિમાં ચંદ્ર, 4. સ્વાતી નક્ષત્ર, 5. વૈશાખ માસ, 6. શુક્લ પક્ષ, 7. પૂર્ણિમા તિથિ, 8. વ્યતિપાત યોગ, 9. સોમવાર અને 10 અવંતીપુરી. આ બધા મહાયોગમાં શિપ્રા નદીમાં સ્નાન કરવાથી અક્ષય અને પુણ્ય ફળની પ્રાપ્તિ થાય છે. 
 
ત્રણ નક્ષત્રોનો પણ હોય છે સિંહસ્થમાં સંયોગ હોય છે 
 
ઘર્મ કર્મની નગરી ઉજ્જૈનમાં સિંહસ્થ દરમિયાન દસ મહાયોગના બનતા જ એ જ ત્રણ મહત્વપુર્ણ નક્ષત્રોન પણ સંયોગ આ દરમિયાન બને છે. તેમા સૂર્ય બૃહસ્પતિ અને ચંદ્રનો સમાવેશ છે. 
 
આ સમય દરમિયાન ઉજ્જૈનમાં સિંહસ્થ ઉજવાશે 
 
સિંહસ્થ મહાપર્વના મેળાનો સમય એક મહિનાનો રહેશે.  જેની શરૂઆત ચૈત્ર શુક્લ 22 એપ્રિલ 2016થી થશે અને તેનુ સમાપન વૈશાખ શુક્લ 21 મે 2016ના રોજ થશે. 


(ફોટો સાભાર - મધ્યપ્રદેશ ટુરિઝમ) 
 

વેબદુનિયા પર વાંચો