Chanakya Niti : આ વાતોનુ ધ્યાન નહી રાખનારા થઈ જાય કંગાલ, જીવન થઈ જાય છે બરબાદ

શનિવાર, 15 મે 2021 (09:26 IST)
આચાર્ય ચાણક્યની નીતિઓ અપનાવીને ઘણા લોકો  સફળતા પ્રાપ્ત કરી છે. ચાણક્ય નીતિમાં એવી ઘણી વાતો બતાવી જે જીવન જીવવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. જે વ્યક્તિ આ બાબતોનું ધ્યાન રાખે છે તે જીવનમાં ક્યારેય પરેશના થતો નથી. આચાર્ય ચાણક્યએ ધનને લઈને પણ વાતો બતાવી છે. દરેક વ્યક્તિની ઇચ્છા હોય છે કે તેમની પાસે પૈસાની કમી ન રહે. પરંતુ કેટલીક આદતોને લીધે તે વ્યક્તિ કંગાલ થઈ જાય છે. આચાર્ય ચાણક્ય મુજબ વ્યક્તિએ ધનવાન બનવા માટે આ બાબતોનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ.
 
ઘરમાં ઝગડો-કંકાસ ન થવા દો 
 
આચાર્ય ચાણક્યની નીતિઓ અનુસાર જે ઘરમાં ઝગડો ક્લેશ થાય છે ત્યાં હંમેશા ઘનની કમી રહે છે. મા લક્ષ્મી તે જ ઘરમાં નિવાસ કરે છે જ્યાં શાંતિનું વાતાવરણ હોય છે.
 
ઘરમાં પૂજા-પાઠ ન થવાને કારણે થાય છે ધન-હાનિ 
 
આચાર્ય ચાણક્યની નીતિઓ મુજબ, જ્યાં ઘરોમાં પૂજા થતો નથી ત્યાં સકારાત્મકતાનો વાસ થતઓ નથી અને જ્યા સકારાત્મકતા હોતી નથી ત્યાં દરિદ્રતાનુ આગમન શરૂ થાય છે. આર્થિક સમસ્યાઓથી સુરક્ષિત રહેવા માટે, ઘરમાં પૂજા પાઠ જરૂર કરો. પૂજા કરવાથી તમે તમામ પ્રકારના સંકટથી બચી શકો છો. 
 
જે વ્યક્તિ પોતાનાથી મોટાનુ સન્માન નથી કરતો 
 
આચાર્ય ચાણક્યની નીતિઓ મુજબ જે વ્યક્તિ પોતાનાથી મોટા લોકોનુ સન્માન નથી કરતો તેની પાસે ધન ટકતુ નથી. આવો વ્યક્તિ જલ્દી કંગાલ થઈ જાય છે. વ્યક્તિએ હંમેશા પોતાના મોટાઓનુ સન્માન કરવુ જોઈએ અને નાનાઓને પ્રેમ કરવો જોઈએ. 
 
સાફ-સફાઈનુ ધ્યાન ન રાખનારો વ્યક્તિ થઈ જાય છે કંગાળ 
 
આચાર્ય ચાણક્યની નીતિઓ અનુસાર, જે વ્યક્તિ સ્વચ્છતાનું ધ્યાન રાખતો નથી, તે કંગાલ બની જાય છે. માતા લક્ષ્મી તે જ ઘરમાં વાસ કરે છે જ્યાં સાફ-સફાઈનુ વિશેષ ધ્યાન રાખવામાં આવે છે.
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર