19-20 મેના રોજ ગુજરાત પર 'તૌકતે' વાવાઝોડું ત્રાટકવાની શક્યતા

ગુરુવાર, 13 મે 2021 (09:07 IST)
આ અઠવાડિયે 2021ના વર્ષનું પહેલુ વાવાઝોડું ત્રાટકવા જઈ રહ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 14 મેના રોજ સવારે દક્ષિણ-પૂર્વ અરબ સાગરની ઉપર દબાણનું ક્ષેત્ર બનવાની શક્યતા છે. તે પૂર્વ મધ્ય અરબ સાગરમાં 16 મેના રોજ એક ચક્રવાતી તોફાનના રૂપમાં તેજ બની શકે છે અને તે ઉત્તર પશ્ચિમની તરફથી વધી શકે છે. 
 
માનવામાં આવી રહ્યું છે કે, 16 મેના રોજ આવનાર ચક્રવર્તી તોફાનને કારણે 14 થી 16 મેની વચ્ચે કેરળ, કર્ણાટક, તમિલનાડુ અને મહારાષ્ટ્ર સહિત અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. આ વાવાઝોડું આ વર્ષનું પહેલું ચક્રવાત હશે. જ્યારે આ વાવાઝોડું તોફાનમાં તબલીદ થઈ જશે, જેની તાકાત વધ્યા બાદ તે વાવાઝોડું તૌકતે બની જશે. આ વખતે મ્યાનમાર દેશે તેને આ નામ આપ્યું છે. શક્યતા છે કે, આ વર્ષનું પહેલુ વાવાઝોડું 20 મેના રોજ ગુજરાતના કચ્છ વિસ્તારમાંથી પસાર થઈ શકે છે.
 
તમને જણાવી દઇએ કે હવામાન વિભાગે 15-16 મેના રોજ લક્ષદ્વીપ દ્વીપસમૂહના નિચલા વિસ્તારમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગનું કહેવું છે કે દક્ષિણ પૂર્વ અરબ સાગર અને સમીપવર્તી લક્ષદ્વીપ-માલદીવ ક્ષેત્ર અને ભૂમધ્યરેખીય હિંદ મહાસાગરમાં સમુદ્રની સ્થિતિ શુક્રવારે શનિવારે ખૂબ બદલાઇ જશે. 
 
આઇએમડીએ ભવિષ્યવાણી કરી છે કે ઓછા દબાણવાળા વિસ્તારમાં 16મેની આસપાસ પૂર્વી મધ્ય અરબ સાગરમાં ઝડપથી વિકસિત થઇને ઉત્તર પશ્વિમની તરફ વધી શકે છે. જોકે કેટલાક ન્યૂમેરિકલ મોડલ ગુજરાત અને દક્ષિણમાં કચ્છ વિસ્તારો તરફ હોવાની સંભાવનાને દર્શાવે ચેહ, જ્યારે અન્ય દક્ષિણ ઓમાન તરફ તેને જવાનો સંકેત આપે છે. 
 
એટલા માટે હવામાન વિભાગે માછીમારોને દક્ષિણ-પૂર્વ અરબ સાગર, લક્ષદ્રીપ-માલદીવ ક્ષેત્રોમાં ગુરૂવારે, પૂર્વ મધ્ય અરબ સાગરમાં ન જવાની સલાહ આપે છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર