આચાર્ય ચાણક્ય દ્વારા બતાવેલ નીતિઓ આજે પણ કારગર અને સત્યના નિકટ છે. આચાર્ય ચાણક્યએ જે નીતિઓ બતાવી છે જો વ્યક્તિ તેનો યોગ્ય રીતે પાલન કરે તો કલ્યાણ જ થાય. આજના યુગમાં દરેક વ્યક્તિની ઈચ્છા વધુથી વધુ પૈસા કમાવવાની અને સુખ ભોગવવાની હોય છે. કોઈને અકૃત સંપત્તિની ઈચ્છા હોય છે તો કોઈને માન સન્માનની. બીજી બાજુ કોઈને ભાગદોડના જીવનથી દૂર મોક્ષ પ્રાપ્ત કરવાની ઈચ્છા હોય છે.
આવો જાણીએ સૌથી કિમંતી 4 વસ્તુઓ
દુનિયામાં દાનથી મોટી કોઈ વસ્તુ નથી - આચાર્ય ચાણક્યએ કહ્યુ છે કે આ દુનિયામાં ભોજન અને પાણીનુ દાન જ મહાદાન છે. આ સિવાય કોઈ અન્ય વસ્તુ આ દુનિયામાં એટલી કિમંતી નથી. જે વ્યક્તિ ભૂખ્યા તરસ્યાને ભોજન અને પાણી પીવડાવે છે તે જ પુણ્ય આત્મા છે. તેથી દાન દુનિયાની ચાર વસ્તુઓમાંથી અતિ કિમંતી વસ્તુ છે.
મા થી મોટુ કોઈ બીજુ નહી - આચાર્ય ચાણક્યના મુજબ આ ઘરતીપર મા જ સૌથી મોટી છે. મા થી મોટા ન કોઈ દેવતા, ન કોઈ તીર્થ અને ન કોઈ ગુરૂ છે. જે વ્યક્તિ પોતાના માતા-પિતાની સેવા કરે છે તેને અન્ય કોઈની ભક્તિ કરવાની કોઈ જરૂર નથી હોતી.