Navratri Vastu Tips: 9 દિવસોમાં બદલાઈ જશે તમારું નસીબ અને તમારું ઘર ધન અને સમૃદ્ધિથી ભરાઈ જશે, નવરાત્રિ દરમિયાન આ જરૂર અપનાવો આ ટિપ્સ
મંગળવાર, 16 સપ્ટેમ્બર 2025 (10:05 IST)
Navratri Vastu Tips આપણા વાસ્તુ શાસ્ત્રમાં નવરાત્રિ વિશે કેટલાક ખાસ નિયમો જણાવવામાં આવ્યા છે કારણ કે આ પવિત્ર તહેવાર ફક્ત ભક્તિ અને ઉપવાસનો સમય નથી, પરંતુ તે તમારા ઘર અને જીવનને સકારાત્મક ઉર્જાથી ભરવાનો એક શ્રેષ્ઠ અવસર પણ છે. માન્યતાઓ અનુસાર, આ નવ દિવસો દરમિયાન, માતા દુર્ગા પૃથ્વી પર ભ્રમણ કરે છે અને તેના ભક્તોને સુખ, સમૃદ્ધિ અને સૌભાગ્યનો આશીર્વાદ આપે છે. નવરાત્રિ દરમિયાન કરવામાં આવતી પૂજા અને વાસ્તુ સંબંધિત નાના ઉપાયો અનેક ગણા વધુ ફાયદાકારક સાબિત થાય છે તેનું આ એક મુખ્ય કારણ છે. વાસ્તુ શાસ્ત્ર અનુસાર, ઘરની દિશા, સ્વચ્છતા, પૂજા સ્થળ અને સજાવટ જેવી નાની બાબતો પણ આપણા જીવન પર ઊંડી અસર કરી શકે છે. જો આને યોગ્ય રીતે અપનાવવામાં આવે તો ઘરમાં માત્ર ધન અને સમૃદ્ધિ જ નહીં, પરંતુ પરિવારમાં સુખ અને શાંતિ પણ રહે છે.
ઘરની સફાઈ
વાસ્તુ શાસ્ત્ર અનુસાર, નવરાત્રિ શરૂ કરતા પહેલા ઘરને સંપૂર્ણપણે સાફ કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. આનું કારણ એ છે કે ગંદા અને અવ્યવસ્થિત ઘર નેગેટીવ એનર્જીથી ભરાઈ જાય છે, જેના કારણે પૈસા સંબંધિત સમસ્યાઓ અને અનિચ્છનીય મુશ્કેલીઓ ચાલુ રહે છે. તેથી, નવરાત્રિના પહેલા દિવસે, ઘરના દરેક ખૂણાને સાફ કરો અને ઘરમાંથી નકામી વસ્તુઓ ફેંકી દો.
પૂજા સ્થળની યોગ્ય દિશા
જો આપણે વાસ્તુશાસ્ત્રમાં માનીએ છીએ, તો નવરાત્રિમાં કળશ સ્થાપનાન અને પૂજાનું સ્થાન પણ ખૂબ મહત્વનું છે. વાસ્તુ નિષ્ણાતોના મતે, પૂજા સ્થળ હંમેશા પૂર્વ અથવા ઉત્તર-પૂર્વ દિશામાં હોવું જોઈએ. મા દુર્ગાની મૂર્તિ અથવા ફોટો પણ અહીં સ્થાપિત થવો જોઈએ. ઘરની આ દિશામાં પોઝીટીવ ઉર્જાનો પ્રવાહ વહે છે અને એવું માનવામાં આવે છે કે મા લક્ષ્મી ત્યાં વાસ કરે છે.
મુખ્ય દરવાજા પર ખાસ ધ્યાન આપો
વાસ્તુ નિષ્ણાતોએ ઘરના મુખ્ય દરવાજાને ધન અને સમૃદ્ધિનો દરવાજો ગણાવ્યો છે. નવરાત્રિ દરમિયાન દરવાજો સાફ રાખો અને ત્યાં સુંદર તોરણ, આસોપાલવ કે કેરીના પાનના તોરણ લગાવો. નવરાત્રિ દરમિયાન દરવાજાની બંને બાજુ દીવા કે રંગોળી બનાવવી પણ શુભ માનવામાં આવે છે. આનાથી ઘરમાં સકારાત્મક ઉર્જા અને લક્ષ્મીનો પ્રવેશ થાય છે.
દીવા અને રોશનીનું મહત્વ
વાસ્તુ શાસ્ત્ર અનુસાર, નવરાત્રિ દરમિયાન દરરોજ સાંજે દીવો પ્રગટાવવો શુભ માનવામાં આવે છે. જો આપણે નિષ્ણાતોનું માનીએ તો, પૂજારૂમ ઉપરાંત, ઘરના દક્ષિણ-પૂર્વ ભાગમાં પણ દીવો પ્રગટાવવો જોઈએ. પ્રકાશ અને અગ્નિ તત્વો નકારાત્મક ઉર્જાને દૂર કરીને સંપત્તિ વધારવામાં મદદ કરે છે. નવરાત્રિ દરમિયાન, ઘરના જે ખૂણામાં અંધારૂ રહેતું હોય ત્યાં પણ ઉજાશ રાખવાનો પ્રયાસ કરો.
રસોડામાં પ્રગતિ કરવાના રસ્તાઓ
વાસ્તુ શાસ્ત્ર અનુસાર, નવરાત્રિ દરમિયાન રસોડાની સ્વચ્છતા અને અનાજના સંગ્રહ પર પણ ધ્યાન આપવું જોઈએ. વાસ્તુ શાસ્ત્ર કહે છે કે અનાજનાં ડબ્બા ક્યારેય ખાલી ન રહેવા જોઈએ અને તેને હંમેશા ઉત્તર-પશ્ચિમ દિશામાં રાખવા જોઈએ. તેવી જ રીતે, દક્ષિણ-પશ્ચિમ દિશામાં મીઠું અને મસાલા રાખવાથી ઘરમાં સ્થિરતા અને પ્રગતિ જળવાઈ રહે છે.
ધન અને સમૃદ્ધિ માટે છોડનું મહત્વ
વાસ્તુશાસ્ત્ર મુજબ નવરાત્રિ દરમિયાન ઘરમાં તુલસીનો છોડ અને મની પ્લાન્ટ લગાવવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. આનું કારણ એ છે કે આ છોડ પોઝીટીવ એનર્જીને આકર્ષે છે અને ઘરની સંપત્તિમાં વધારો કરે છે. તુલસીને ઉત્તર-પૂર્વ દિશામાં અને મની પ્લાન્ટને દક્ષિણ-પૂર્વ દિશામાં રાખવા ખૂબ જ લાભકારી માનવામાં આવે છે.