ઘરની બહાર લીંબુ-મરચાં લગાવવાના છે અનેક ફાયદા

બુધવાર, 10 જાન્યુઆરી 2018 (06:55 IST)
અનેક લોકો પોતાના ઘર કે દુકાનની બહાર લીંબૂ-મરચાં લટકાવી રાખે છે. કેટલાક લોકોનું માનવુ છેકે તેનાથી ખરાબ શક્તિઓ ઘરમાંથી દૂર રહે છે અને સભ્યોને કોઈ પરેશાની થતી નથી પણ આ બધી ફક્ત વાતો છે. હકીકતમાં લીંબૂ-મરચા લટકાવવાથી હવા શુદ્ધ થાય છે. જેનાથી બીમારીઓ દૂર રહે છે. આ ઉપરાંત બીજા પણ અનેક ફાયદા હોય છે જેના વિશે જાણવુ ખૂબ જરૂરી છે. 
 
શુદ્ધ વાતાવરણ - લીંબૂનુ ઝાડથી આસપાસનું વાતાવરણ શુદ્ધ રહે છે. પણ શહેરોનના દરેક ઘરમાં લીંબુનુ ઝાડ હોવુ શક્ય હોતુ નથી તેથી આવી પરિસ્થિતિમાં લોકો લીંબૂ-મરચાં લટકાવી લે છે.  જેનાથી ઘરમાં આવનારી હવા શુદ્ધ થઈ જાય અને સભ્યો પર સકારાત્મક ઉર્જા પડે. 
 
બીમારીઓ દૂર - ઘરની બહાર લીંબૂ-મરચાં લટકાવવા માટે લીબૂમાં સોઈથી કાણું પાડવુ પડે છે. જેનાથી ભીની સુગંધ હવામાં ફેલાય જાય છે. આ ખુશ્બુથી કીડી-મકોડા જીવ જંતુ પણ દૂર રહે છે અને તાજી હવા મળવાથી કોઈ બીમારી થતી નથી પણ તેને દર અઠવાડિયે બદલવુ જોઈએ. કારણ કે લીંબૂ વાસી થવાથી તેમાથી દુર્ગંધ આવવા માંડે છે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર