Jammu Kashmir Flood LIVE: વૈષ્ણોદેવી માર્ગ પર લેન્ડસ્લાઈડમાં 32 લોકોના મોત, જમ્મુમાં આજે ભારે વરસાદ માટે રેડ એલર્ટ, વાદળ ફાટવાનો પણ ભય

બુધવાર, 27 ઑગસ્ટ 2025 (13:04 IST)
Jammu Kashmir Flood જમ્મુમાં ચારે બાજુથી તબાહી જ તબાહી જોવા મળી રહી છે. માતા વૈષ્ણોદેવી યાત્રા માર્ગ પર થયેલ લૈંડસ્લાઈડમાં ૩૦  શ્રધ્ધાળુઓનું મોત થઈ ગઈ અને અનેક લોકો ઘાયલ છે.  હવામાન વિભાગે આગામી 40 કલાકમાં જમ્મુ સંભાગમાં ખૂબ ભારે વરસાદનું અનુમાન બતાવાય રહ્યું છે.  

જમ્મુ કાશ્મીરમાં છેલ્લા 2 દિવસથી કુદરતનો કહેર તૂટ્યો છે અને પરેશાનીની વાત એ છે કે મોસમ વિભાગે આગામી 2 દિવસ સુધી ભારે વરસાદ અને વાદળ ફાટવાની ચેતાવણી આપી છે. સાથે જ જમ્મુ ડીવિઝનનાં બધા સ્કુલ બંઘ રાખવાનો આદેશ રજુ કરવામાં  આવ્યો છે. મંગળવારના માતા વૈષ્ણો દેવી યાત્રા માર્ગ પર થયેલ લૈંડસ્લાઈડમાં 32 શ્રદ્ધાળુઓની મોત થઈ ગઈ અને અનેક લોકો ઘાયલ છે.  બીજી અને ઉત્તરી રેલ્વેએ જમ્મુની તરફ જનારી 22 ટ્રેનોને કેન્સલ કરી દીધું છે જ્યારે કે 27 ટ્રેનોને રોકી દેવામાં આવ્યુ છે.  
 
તે જ સમયે, જમ્મુ વિભાગમાં આજે શાળાઓ અને સરકારી કચેરીઓ બંધ રહેશે. આ વિભાગમાં વહેતી ત્રણ નદીઓ ભયજનક સ્તરે વહી રહી છે. હવામાન વિભાગે આગામી 40 કલાકમાં જમ્મુ વિભાગમાં ભારે વરસાદની આગાહી કરી છે. બસંતાર, તાવી અને ચિનાબ નદીઓનું પાણીનું સ્તર ભયજનક સપાટીએ પહોંચી ગયું છે. લોકોને નદી કિનારા અને પૂરગ્રસ્ત વિસ્તારોમાંથી દૂર રહેવાની કડક સલાહ આપવામાં આવી છે.
 
જમ્મુ માટે રેલ્વે સંપૂર્ણપણે બંધ
જમ્મુ માટે રેલ્વે સંપૂર્ણપણે બંધ છે. આજે સવારથી એક પણ ટ્રેન જમ્મુ પહોંચી નથી. ટ્રેનો ફક્ત પઠાણકોટ સુધી જ જઈ શકી છે.
 
પીએમ મોદીએ વ્યક્ત કર્યો શોક 
પીએમ મોદીએ તેમના સોશિયલ મીડિયા હેન્ડલ X પર લખ્યું છે કે, "શ્રી માતા વૈષ્ણો દેવી મંદિર રૂટ પર ભૂસ્ખલનથી થયેલા જાનહાનિ દુઃખદ છે. મારી સંવેદના શોકગ્રસ્ત પરિવારો સાથે છે. ભગવાન ઘાયલોને શક્ય તેટલી વહેલી તકે સ્વસ્થ થવા દે. વહીવટીતંત્ર તમામ અસરગ્રસ્ત લોકોને મદદ કરી રહ્યું છે. હું બધાની સલામતી અને સુખાકારી માટે પ્રાર્થના કરું છું."

જમ્મુ-કટરા રૂટ પર 24 કલાકથી ટ્રેન અટવાઈ, મુસાફરો મુશ્કેલીમાં
જમ્મુ અને કટરા વચ્ચે એક પેસેન્જર ટ્રેન અટવાઈ ગઈ છે. પેસેન્જર ટ્રેન 24 કલાકથી ટ્રેક પર અટવાઈ ગઈ છે. વાસ્તવમાં ટ્રેનની સામે ટ્રેક પર એક પથ્થર પડ્યો છે જેના કારણે ટ્રેન અટવાઈ ગઈ છે. તમને જણાવી દઈએ કે સતત વરસાદને કારણે ભૂસ્ખલન બાદ ટ્રેક પર એક પથ્થર પડ્યો છે.

એસડીએમ કટરા પીયૂષ ધોત્રાએ સમાચાર એજન્સી એએનઆઇને જણાવ્યું કે રાહત અને બચાવકાર્ય ચાલુ છે. પાંચ મૃતદેહોનો કટરાના કૉમ્યુનિટી હેલ્થ સેન્ટર પર લાવવામાં આવ્યા છે. દસથી 11 લોકો ઈજાગ્રસ્ત હોવાનું કહેવાય છે.
 
ભારતીય સેનાના વ્હાઇટ નાઇટ કૉર્પ્સે એક્સ પર લખ્યું છે કે "ત્રણ ટુકડીઓ કટરા અને આસપાસ બચાવ અને રાહતકાર્યમાં લાગી છે. એક ટુકડી અર્ધકુંવારી, કટરામાં લોકોને બચાવવા માટે મદદ કરી રહી છે."
 
વ્હાઇટ નાઇટ કૉર્પ્સ મુજબ "બીજી રાહત ટુકડી કટરાથી ઠકરા કોટ જતા રોડ પર ભૂસ્ખલનની જગ્યાએ પહોંચી ગઈ છે. ત્રીજી ટુકડી જૌરિયાના દક્ષિણમાં સહાયતા કરી રહી છે."
 
જમ્મુના ડિવિઝનલ કમિશનર રાકેશકુમારે જણાવ્યું કે "વૈષ્ણોદેવી યાત્રા, શિવખોડી યાત્રા પણ અટકાવી દેવાઈ છે. ત્યાં ભૂસ્ખલન થયું છે. આઠ-નવ ઈજાગ્રસ્ત લોકોને બચાવાયા છે. ત્યાં હજુ પણ બચાવઅભિયાન ચાલુ છે."
 
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે એક્સ પર લખ્યું છે કે, "જમ્મુ અને કાશ્મીરના વૈષ્ણોદેવી યાત્રા માર્ગ પર ભારે વરસાદના કારણે થયેલી ભૂસ્ખલનની ઘટના અત્યંત દુખદ છે. આ વિશે જમ્મુ અને કાશ્મીરના મુખ્ય મંત્રી ઓમર અબ્દુલ્લાહજી અને ઉપરાજ્યપાલ મનોજ સિંહાજી સાથે વાત કરી છે. ઘાયલોની મદદ કરવા માટે સ્થાનિક વહીવટી તંત્ર રાહત અને બચાવકાર્યમાં લાગ્યું છે. એનડીઆરએફની ટીમ પણ ત્યાં પહોંચી રહી છે."
 
મુખ્ય મંત્રી ઓમર અબ્દુલ્લાહે એક્સ પર લખ્યું કે, "માતા વૈષ્ણોદેવી માર્ગ પર યાત્રાળુઓનાં મોતના સમાચાર સાંભળી બહુ દુ:ખ થયું છે. દિવંગતોના પરિવારો પ્રત્યે હું સંવેદના વ્યક્ત કરું છું. ઈશ્વરને મારી પ્રાર્થના છે કે દિવંગત આત્માને શાંતિ મળે."
 
ઓમર અબ્દુલ્લાહે કહ્યું કે જમ્મુ ઍરપૉર્ટ બંધ ગોવાના કારણે તેઓ ત્યાં નથી પહોંચી શક્યા. બુધવારે સવારે જમ્મુ પહોંચીને તેઓ સ્થિતિની સમીક્ષા કરશે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર