GSRTC નિગમના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 2 ટકાનો વધારો, હવે 55 ટકા મોંઘવારી ભથ્થું મળશે

મંગળવાર, 26 ઑગસ્ટ 2025 (17:58 IST)
ગુજરાતમાં GSRTC નિગમના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો કરવાનો નિર્ણય કરાયો છે. જેમાં કર્મચારીઓને અત્યાર સુધી 50 ટકા મોંઘવારી ભથ્થુ મળતું હતું, પરંતુ હવે તેમાં 2 ટકાનો વધારો કરવાથી એસટી નિગમના કર્મચારીઓને 55 ટકા મોંઘવારી ભથ્થું મળશે.  આ નિર્ણય થકી કુલ રૂ.30 કરોડથી વધુનો લાભ એસ.ટી. નિગમના કર્મચારીઓને મળશે. DA વધારાનો આ લાભ ગુજરાત એસટીમાં ફરજ બજાવતા 40,000 કરતાં વધુ કર્મચારીઓને મળશે.
 
 
ઉલ્લેખનીય છે કે આ પહેલાં 28 જાન્યુઆરી, 2025ના રોજ એસટીના કર્મચારીઓને મળતા મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

 
આ અંગે વાહનવ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયા માધ્યમ 'X' પર પોસ્ટ શેર કરીને જણાવ્યું છે કે, 'એસ.ટી.નિગમના કર્મચારીઓને હાલ ચૂકવતા મોંઘવારી ભથ્થામાં 2 ટકાનો વધારો કરી હવેથી 55 ટકા મુજબ મોંઘવારી ભથ્થું ચૂકવવાનો હકારાત્મક નિર્ણય લેવામાં આવ્યો છે. આ વધારાની સાથે મોંઘવારી ભથ્થાના એરિયર્સની પણ ચૂકવણી કરવાનો નિર્ણય લેવાયો. સંવેદનશીલ નિર્ણય થકી કુલ રૂ.125 કરોડથી વધુનો લાભ એસ.ટી. નિગમના કર્મચારીઓને મળશે. ટૂંક સમયમાં આ માટેની વિગતવાર માહિતી જાહેર કરવામાં આવશે.'

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર