પ્રેમલીલાનો ખતરનાક અંજામ, પત્નીને પ્રેમી સાથે પ્રેમલીલા કરતો જોઇ, પ્રેમીની હત્યા કરી

રવિવાર, 31 જુલાઈ 2022 (15:18 IST)
સરથાણા વિસ્તારમાં નેપાળી યુવાન પોતાની પત્નીને પ્રેમી સાથે પ્રેમલીલા કરતો જોઇ ગયો હતો. પોતાની પત્નીને પ્રેમી સાથે કઢંગી હાલતમાં જોઇને પતિ રોષે ભરાયો હતો. જે બાદ પતિએ પત્નીના પ્રેમીની હત્યા કરી નાખી હતી
 
બન્યુ એમ હતું કે,  લસકાણા રામદેવ ઈન્ડસ્ટ્રીયઝમાં શિવમ ફેશન કંપનીમાં કામ કરતો દીનેશ ચૌધરી નામનો શખ્સ તેની પત્ની સાથે રહે છે. દીનેશની પત્નીના નજીકના કારખાનામાં નોકરી કરતા મોહંમદ અફરીદી શેખ સાથે લાંબા સમયથી પ્રેમ સબંધો હતા. 
 
29 જુલાઈની પતિ-પત્ની સાથે સૂઈ રહ્યા હતા. ત્યારે મોહંમદ અફરીદીએ અનીતાને મેસેજ કરી મળવા માટે ઘર નીચે બોલાવી હતી. આથી અનીતા મળવા માટે નીચે રૂમમાં ગઈ હતી. બીજી તરફ અનીતાનો પતિ જાગી જતા તેણે આજુબાજુ પત્નીને શોધી છતાં મળી ન હતી. આથી પતિએ નીચે રૂમમાં આવતા પત્ની પ્રેમી સાથે કઢંગી હાલતમાં જોઈ હતી. આથી ગુસ્સામાં પતિએ પત્નીના પ્રેમી અફરીદીને તિક્ષ્ય હથિયારના પર ઘા ઝીંકી દીધા હતા.
 
પ્રેમીને માથાના ભાગે એક પછી એક ઘા મારતા તેનું ઘટના સ્થળે મોત થયું હતું. જે બાદ મૃતક યુવાનના ભાઈને જાણકારી મળતા તે ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો અને પોલીસને આ અંગે જાણ કરી હતી. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર