સાગર હત્યાકાંડ - સુશીલ કુમારને રેલવેએ નોકરીમાંથી કર્યા સસ્પેંડ

મંગળવાર, 25 મે 2021 (14:46 IST)
દિલ્હી પોલીસ દ્વારા ધરપકડ પામેલા પહેલવાન સુશીલ કુમારની મુશ્કેલીઓ વધતી જઈ રહી છે. હવે સુશીલને તેની ઉત્તરી રેલ્વેની નોકરીથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.  સુશીલના સસ્પેન્શનની તૈયારીઓ તેની ધરપકડ થયા પછી જ શરૂ થઈ હતી. મંગળવારે ઉત્તરી રેલ્વેના સીપીઆરઓએ માહિતી આપી છે કે સુશીલને નોકરીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યો છે.
 
દિલ્હી પોલીસના હાથે ઝડપાયેલા રેસલર સુશીલ કુમારને રેલ્વેની નોકરીથી હટાવી દેવાયા છે. દિલ્હી સરકારમાં ડેપ્યુટેશન પર રહેલા સુશીલ કુમારને છત્રસલ સ્ટેડિયમ ખાતેની શાળામાં રમત-ગમતને પ્રોત્સાહન આપવા માટે વિશેષ ફરજ પરના અધિકારી બનાવવામાં આવ્યા હતા. ઉત્તરી રેલ્વેના મુખ્ય જનસંપર્ક અધિકારી દીપક કુમારે જણાવ્યું હતું કે, રવિવારે રેલવે બોર્ડને સુશીલ કુમાર અંગે દિલ્હી સરકારનો રિપોર્ટ મળ્યો હતો. જેમાં સુશીલ કુમાર વિરુદ્ધ એફઆઈઆર નોંધાયા હોવાનો ઉલ્લેખ છે.
 
 
દિલ્હી સરકારે પણ  સુશીલ કુમારના ડેપ્યુટેશન વધારવાની માંગને ફગાવી દીધી હતી. આ પછી સરકારે ઉત્તર રેલવેને પણ ડેપ્યુટેશન નકારી કાઢવાના આવેદનને રદ્દ કરવાની અરજી મોકલી આપી હતી. સુશીલ કુમાર 2015 થી રેલ્વે અધિકારી હતા અને દિલ્હી સરકારમાં ડેપ્યુટેશન પર કાર્યરત હતા. ડેપ્યુટેશનની મુદત 2020 સુધી હતી, જેને તે વધારવા માંગતા હતા. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર