હળવા-મળવા પર રોક, એકબીજા સાથે હાથ મિલાવવા અને ગળે મળવા પર પણ રોક, પણ છતા ટોકિયો ઓલંપિક્સમા 150000 કંડોમ વહેચાશે
હળવા મળવા પર રોક રહેશે. એક બીજા સાથે હાથ મિલાવવા અને ગળે ભેટવા પર પણ રોક રહેશે. પણ આ બધા વચ્ચે ટોકિયો ઓલંપિક્સમાં 150000 કંડોમ્સ વહેંચાશે. japantoday.com ની રિપોર્ટ મુજબ, મંગળવારે વાયરલ રૂલ બુક રજુ કરવામાં આવી જેમા આ વાતની માહિતી આપવામાં આવી છે. ટોકિયો ઓલંપિક 23 જુલાઈથી શરૂ થવાની છે.
એથલીટ્સના જિમ, ટુરીસ્ટ પ્લેસ દુકાન રેસ્ટ્રોરેંટ કે બાર જવા પર રોક રહેશે. એથલીટ્સ ફક્ત સત્તાવાર ગેમ વેન્યુ અને નક્કી કરેલા સ્થળ પર જઈ શકશે. એથલીટ્સને માસ્ક પણ પહેરવો પડશે. આયોજકોએ એથલીટ્સ માટે કોરોના ટીકાકરણને અનિવાર્ય કર્યુ નથી.
આયોજકોએ કહ્યુ છે કે કોરોના ખતરાને ઓછો કરવા માટે જાપાનમાં એથલીટ્સનો સમય ઓછામાં ઓછો રખાશે. જો એથલીટ ઓલંપિક વિલેજમાં રહેશે તેને બિનજરૂરી ફિઝિકલ કૉન્ટ્રૈક્ટ નહી કરવો પડે. AFP ની રિપોર્ટ મુજબ આયોજકોએ આ વાતની ચોખવટ કરી છે કે દોઢ લાખ ફ્રી કંડોમ્સ વહેચાશે, પણ એથલીટ્સને અપીલ કરવામાં આવશે કે જ્યા સુધી શક્ય હોય ત્યા સુધી તેઓ ઓછામાં ઓછા લોકોને મળે.