નેશનલ શૂટર કોનિકા લાયકે કરી આત્મહત્યા, એક સમયે અભિનેતા સોનૂ સુદે ગિફ્ટમાં આપી હતી રાઈફલ

ગુરુવાર, 16 ડિસેમ્બર 2021 (13:48 IST)
નેશનલ રાઈફલ શૂટર ખેલાડી કોનિકા લાયકે આત્મહત્યા કરી લીધી છે. અહી સૌથી પહેલા તમને જણાવી દઈએ કે આ એ જ ખેલાડી છે જેણે એક સમયે જાણીતા અભિનેતા સોનૂ સુદે રાઈફલ ગિફ્ટ કરી હતી. 26 વર્ષની કોનિકા લાયક ઝારખંડના ધનબાદની રહેનારી હતી. આ ઉભરતી ખેલાડીના મોતને રમત જગતે આધાતમાં નાખી દીધુ છે. ઉલ્લેખનીય છ એકે કોનિકા પૂર્વ ઓલંપિયન અને અર્જુન એવોર્ડ વિજેતા જયદીપ કર્માકાર સાથે કલકત્તામાં ટ્રેનિંગ લઈ રહી હતી. રિપોર્ટ્સ મુજબ તેણે પોતાના હોસ્ટેલના રૂમમાં ફાંસી લગાવીને આત્મહત્યા કરી છે. 
 
સોનૂ સુદે ભેટમાં આપી હતી રાઈફલ 
 
કોનિકા લાયક પહેલા જૂની રાઈફલનો ઉપયોગ કરતી હતી. આ રાઈફલ તેમના કોચ કે કોઈ મિત્રનુ હતુ. તે રાજ્ય અને રાષ્ટ્રીય ટૂર્નામેંટમાં તેના જૂની રાઈફલથી શૂટિંગ કરતી હતી. ત્યારબાદ જ્યારે જાણીતા અભિનેતા સોનૂ સુદને તેમના વિશે જાણ થઈ તો ત્યારે તેણે આ ઉભરતી પ્રતિભાને  માર્ચના મહિનામાં નવી રાઈફલ ગિફ્ટમાં આપી હતી. જેથી કરીને તે પોતાની પ્રતિભા નિખારી શકે. 
 
કોનિકાના થવાના હતા લગ્ન
 
ત્યારબાદ જયદીપ તેમને સારી ટ્રેનિંગ માટે એકેડમી સુધી લઈ ગયા. 'Tribune' સાથે વાતચીતમાં એકેડમી સંચાલકે જણાવ્યુ કે છેલ્લા 10 દિવસોથી કોનિકા ટ્રેનિંગ માટે સેશનમાં ખૂબ ઓછી દેખાતી હતી. જયદીપે કહ્યુ કે આ ખૂબ જ નવાઈની વાત હતી. તે પહેલા પોતાનો અભ્યાસ વ્યવસ્થિત કરતી હતી. પણ થોડાક જ દિવસો પછી તે ટ્રેનિંગમાં અનિયમિત થઈ ગઈ. હુ નથી જાણતો કે તેની પાછળ શુ કારણ છે. તેમણે જણાવ્યુ કે તેનુ જલ્દી લગ્ન થવાનુ હતુ. હુ સાચે જ નથી જાણતો કે શુ થયુ અને કયા દબાણમાં આવીને તેને આ પગલુ ઉઠાવ્યુ છે. 
 
સુસાઈડની ચોથી ઘટના 
 
ખૂબ જ નવાઈની વાત છે કે ખેલાડીઓના સુસાઈડ કરવાની આ પ્રક્રિયા થંભી નથી રહી. ગયા અઠવાડિયે યુવા પિસ્ટલ શૂટર ખુશશીરત કૌર સંઘૂએ આત્મહત્યા કરી લીધી હતી. સંઘુએ ઓક્ટોબરમાં પેરુમાં આયોજીત જૂનિયર વિશ્વ ચેમ્પિયનશિપમાં ભાગ લીધો હતો. ઓક્ટોબર મહિનામાં સ્ટેટ લેવલના શૂટર હનરદીપ સિંહ સોહેલે સુસાઈડ કરી લીધુ હતુ. આ પહેલા સપ્ટેમ્બરમાં મોહાલીના નમનવીર સિંહ બરારે પણ પોતાનો જીવ લીધો હતો.  બરારે વર્લ્ડ યૂનિવર્સિટી ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ પણ જીત્યુ હતુ. 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર