એક પછી એક દરોડાનો સામનો કરી રહેલા અભિનેતા સોનુ સૂદની મુશ્કેલીઓ વધતી જઈ રહી છે. બોલીવુડ અભિનેતા સોનુ સૂદ અને તેની સાથે જોડાયેલા પરિસર પર બે દિવસના દરોડા બાદ, આવકવેરા વિભાગે શનિવારે જણાવ્યું હતું કે સોનુ સૂદ સામે 20 કરોડ રૂપિયાથી વધુની ટેક્સ ચોરીનો કેસ સામે આવ્યો છે. આવકવેરા વિભાગે જણાવ્યું હતું કે, વિદેશી યોગદાન નિયમન અધિનિયમ (FCRA) ના ઉલ્લંઘન સિવાય, સોનુ સૂદ અને તેના સહયોગીઓ દ્વારા અત્યાર સુધીમાં 20 કરોડ રૂપિયાની ટેક્સ ચોરીનો ખુલાસો થયો છે. આવકવેરા વિભાગે શુક્રવારે કથિત કરચોરીના કેસમાં મુંબઈ, નાગપુર અને જયપુરમાં અભિનેતા સોનુ સૂદના અનેક પરિસર પર દરોડા પાડ્યા હતા.