પેરિસ ઓલંપિક 2024માં મહિલા 50 કિલોગ્રામ રેસલિંગના ગોલ્ડ મેડલ મેચના ઠીક પહેલા 100 ગ્રામ વજન વધુ હોવાને કારણે અયોગ્ય જાહેર થનારી ભારતીય મહિલા રેસલર વિનેશ ફોગાટ આજે સવારે દેશમાં પરત આવી છે. દિલ્હી એયરપોર્ટમાંથી બહાર આવતા જ વિનેશનુ જોરદાર સ્વાગત કરવામાં આવ્યુ છે. વિનેશને જ્યારે ગોલ્ડ મેડલ મેચના ઠીક પહેલા જ અયોગ્ય જાહેર કરવામાં આવી તો તેને લઈને ભારતીય ઓલંપિક સંઘે વિરોધ દર્શાવ્યો હતો. આ મામલાને લઈને વિનેશે કોર્ટ ઓફ આર્બિટ્રેશન ફોર સ્પોર્ટ્સમાં સિલ્વર મેડલ આપવાની અપીલ કરવામાં આવી હતી. પણ તેમની અરજી 14 ઓગસ્ટની સાંજે સીએએસ દ્વારા રદ્દ કરવામાં આવી હતી.
હુ અહી આવેલા બધા લોકોનો આભાર માનુ છુ
વિનેશ ફોગાટ પેરિસ ઓલંપિકમાં ભાગ લીધા પછી જ્યારે દેશ પરત ફરી તો તે પોતાનુ સ્વાગત જોઈને ભાવુક થઈ ગઈ. તેણે કહ્યુ કે હુ બધા દેશવાસીઓનો આભાર માનુ છુ અને ખુદને ખૂબ ભાગ્યશાળી અનુભવી રહી છુ. વિનેશનુ એક ચેમ્પિયનની જેમ ભારતમાં સ્વાગત કરવામાં આવ્યુ છે. ઉલ્લેખનીય છે કે ગોલ્ડ મેડલ મેચ પહેલા અયોગ્ય જાહેર કર્ય અબાદ વિનેશે કુશ્તીમાંથી પોતાના સંન્યાસનુ એલાન કરી દીધુ હતુ.
એયરપોર્ટ પરથી બહાર નીકળ્યા પછી ભાવુક થઈ વિનેશ ફોગાટ
દિલ્હી એરપોર્ટની બહાર વિનેશ ફોગાટનું સ્વાગત કરવા માટે બજરંગ પુનિયા, સાક્ષી મલિક અને અન્ય ઘણા કુસ્તીબાજો પણ ત્યાં હાજર હતા. આ ઉપરાંત વિનેશના પરિવારના સભ્યો પણ હાજર હતા, જેમાં તેના ભાઈ હરિન્દર પુનિયાએ ANIને આપેલા નિવેદનમાં જણાવ્યું હતું કે, જે લોકો કુસ્તી અને રમતના ફેન્સ છે તેઓ આજે એરપોર્ટ પર વિનેશનું સ્વાગત કરવા આવ્યા છે. આ ઉપરાંત વિનેશના સ્વાગત માટે ઘરે પણ તૈયારીઓ ચાલી રહી છે. તે ભલે ઓલિમ્પિક મેડલ જીતી શકી ન હોય પરંતુ અમે વધુ મહેનત કરીશું જેથી તે ઓલિમ્પિક ગોલ્ડ મેડલ જીતી શકે. જ્યારે વિનેશ એરપોર્ટની બહાર આવી ત્યારે ફેંસનુ આ પ્રકારનું સ્વાગત જોઈને તે પોતાના આંસુ રોકી શકી નહીં.