વીનેશ ફોગાટનો ચુકાદો હવે આ તારીખે આવશે

બુધવાર, 14 ઑગસ્ટ 2024 (12:33 IST)
પેરિસ ઑલિમ્પિકમાં મહિલા પહેલવાન વીનેશ ફોગાટને અયોગ્ય ઠેરવવા મામલે ચુકાદો તા. 16 ઑગસ્ટ સુધી ટાળી દેવામાં આવ્યો છે.
 
ન્યૂઝ એજન્સી પીટીઆઈના રિપૉર્ટ પ્રમાણે, કૉર્ટ ઑફ આર્બિટ્રૅશન ફૉર સ્પૉર્ટ્સે (સીએએસ) કહ્યું કે તા. 16 ઑગસ્ટના રાત્રે સાડા નવ વાગ્યે ચુકાદો સંભળાવવામાં આવશે.
 
તા. નવમી ઑગસ્ટે આર્બિટ્રૅશન કોર્ટે આ મામલે સુનાવણી હાથ ધરી હતી, જેમાં વીનેશે વર્ચ્યુઅલી હાજરી આપી હતી. વીનેશે તા. છઠ્ઠી ઑગસ્ટે 50 કિલોગ્રામની શ્રેણીમાં એક પછી એક ત્રણ મૅચમાં મજબૂત પ્રદર્શન 
 
કર્યું હતું અને ફાઇનલમાં સ્થાન મેળવ્યું હતું. આ સિદ્ધિ મેળવનારાં તેઓ પ્રથમ ભારતીય મહિલા પહેલવાન બન્યાં હતાં. આ સાથે જ તેમનું રજતપદક પણ પાક્કું થઈ ગયું હતું.
 
જોકે, સ્પર્ધાની અમુક કલાક પહેલાં જ માન્ય વજન કરતાં વધુ વેઇટ હોવાને કારણે વીનેશને અયોગ્ય જાહેર કરવામાં આવ્યાં હતાં.
 
વીનેશ ફોગાટે સમગ્ર ઘટનાક્રમ વિશે કોઈ ટિપ્પણી નહોતી કરી, પરંતુ તા. આઠમી ઑગસ્ટે સવાલે પોતાના ઍક્સ હૅન્ડલ ઉપર કુસ્તીમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી હતી.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર