. 18મા એશિયાઈ રમતમાં ભાલા ફેંક નીરજ ચોપડાએ ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચી દીધો છે. નીરજ એશિયાઈ રમતમાં આ સ્પર્ધામાં ભારત માટે ગોલ્ડ જીતનારી પ્રથમ મહિલા ખેલાડી બની ગઈ છે. તેમણે ફાઈનલમાં ચીનના લિયુ અને પાકિસ્તાનના નદીમ અશરદને પછાડીને આ સ્થાન મેળવ્યુ છે. 20 વર્ષીય નીરજ કૉમનવેલ્થ ગેમ્સ, એશિયન ચેમ્પિયનશિપ અને વર્લ્ડ જૂનિયર ચેમ્પિયનશિપમાં ગોલ્ડ જીતી ચુક્યા છે. હવે તેમણે એશિયાઈ રમતમાં રેકોર્ડ 88.6 મીટર દૂર સુધી ભાલા ફેંકીને મેંસ ઈવેંટમાં ગોલ્ડ જીત્યો ઈવેંટમાં એક વધુ ભારતીય શિવપાલ સિંહે પણ ભાગ લીધો હતો પણ હવે તે આઠમા સ્થાન પર છે.
'ચીનના લિઉ કિજેને 82.22 મીટરનો થ્રો કરીને સિલ્વર અને પાકિસ્તાનના અરશદ નદીમે 80.7પ મીટરનો થ્રો કરીને બ્રોન્ઝ મેડલ જીત્યા હતા. આ પહેલાં ભાલાફેંકમાં 1982ના એશિયન ગેમ્સમાં ગુરતેજસિંઘે બ્રોન્ઝ મેડલ જીત્યો છે. તે પછી નીરજનો આ ગોલ્ડ મેડલ ભાલાફેંકમાં પહેલો મેડલ છે. 'જ્યારે 400 મીટરની વિઘ્નદોડમાં ભારતનો 21 વર્ષીય યુવા દોડવીર ધારૂન અય્યાસામી 48.96 સેકન્ડના સમય સાથે બીજા સ્થાને રહીને રજત ચંદ્રકનો હકદાર બન્યો હતો. બહેરિનના એથ્લેટ એડેકોયાને 47.66 સેકન્ડના સમય સાથે ગોલ્ડ મળ્યો હતો. મહિલાઓની 3000 મીટરની સ્ટીપલચેસ દોડ સ્પર્ધામાં ભારતની અનુભવી એથ્લેટ સુધા સિંહ 9:40.63ના સમય સાથે બીજા નંબર પર રહી હતી. આથી સુધા સિંહને રજત ચંદ્રક પ્રાપ્ત થયો હતો. બહેરિનની ખેલાડી વિનફ્રેડ યવીને ગોલ્ડ મેડલ મળ્યો હતો. લોંગ જમ્પમાં નીના વરકિલે ભારતને વધુ એક રજત ચંદ્રકને ભેટ આપી હતી. નીનાએ 6.પ1 મીટરનો લાંબો કૂદકો લગાવ્યો અને બીજા સ્થાને રહી હતી.'