. રિયો ઓલંપિક રમતની રજત વિજેતા ભારતની પીવી સિંધુએ સોમવરે 18માં એશિયાઈ રમતની બેડમિંટન સ્પર્ધાના મહિલા એકલ સુવર્ણ પદક મુકાબલામાં પહોંચીને ઈતિહાસ રચી દીધો. સિંધુ ભારતની પ્રથમ બેડમિંટંન ખેલાડી બની ગઈ છે. જેમણે એશિયન રમતના ફાઈનલમાં પ્રવેશ મેળવ્યો છે. તેણે મહિલા એકલ સેમીફાઈનલ મુકાબલામાં ભારે ઉત્સાહ અને ભારતીય સમર્થકોની સમે બીજી સીડ જાપાનની અકાને યામાગુચી વિરુદ્ધ 66 મિનિટ સુધી ચાલેલા રોમાંચક મુકાબલાને 21-17, 15-21, 21-10થી જીત્યુ.
સિંધુ પર દબાણ વધતુ ગયુ અને એક સમયે યામાગુમીનો સ્કોર 17-14 સુધી પહોંચી ગયો અને ફરી 20-15 પર ગેમ પોઈંટ જીતીને 21-15થી ગેમ જીતી અને મુકાબલો 1-1થી બરાબર પહોચાડી દીધો. નિર્ણાયક ગેમ વધુ રોમાંચક રહી જેમા યામાગૂચીએ આત્મવિશ્વાસ સાથે શરૂઆત કરતા 7-3થી બઢત બનાવી. પણ સિંધૂ સતત અંક લેતી રહી અને 5-10થી પાછળ રહ્યા પછી લાંબી રેલી જીતીને બઢત બનાવી. તેમણે 11 અંકની સૌથી મોટી બઢત લીધી અને 16-10 થી યામાગુચીને પાછળ છોડી અને 201-0 પર મેચ પોઈંટ જીતીને નિર્નાયક ગેમ અને મેચ પોતાને નામે કરી લીધી.