બાસ્કેટબોલ ખેલાડીઓએ મહિલાઓ સાથે વિતાવી રાત, પરત મોકલવામાં આવ્યા

સોમવાર, 27 ઑગસ્ટ 2018 (17:20 IST)
જાપાની હંમેશા અનુશાસન માટે જાણીતા છે. પણ 18મા એશિયાઈ રમતમાં તેમની બાસ્કેટબોલ ટીમના ચાર ખેલાડીઓએ મુખ્ય ક્વાર્ટરફાઈનલ મેચ પહેલા જકાર્તાના હોટલમાં મહિલાઓ સાથ રત વિતાવવાની અનુશાસનહીનતા માટે સ્વદેશ પરત ફરવુ પડ્યુ. જાપાનની પુરૂષ બાસ્કેટબોલ ટીમને પોતાના ખેલાડીઓની અનુશાસનહીનતાનુ નુકશાન પણ ઉઠાવવુ પડ્યુ અને તે સોમવારે ઈરાન વિરુદ્ધ આઠ ખેલાડીઓ સાથે ક્વાર્ટરફાઈનલ મેચમાં ઉતરી અને 67-93ના મોટા અંતરથી મુકાબલો ગુમાવી બેસી. 
 
જાપાનની ઓલપિંક સમિતીએ ચારેય બાસ્કેટબોલ ખેલાડીઓને જકાર્તાના એક હોતલમાં મહિલાઓ સાથે રાત પસાર કરવાની ઘટના સામે આવ્યા પછી તેમનુ માન્યતા પત્ર રદ્દ કરી દીધુ છે.  આ બધા ખેલાડીને અનુશાસનહીનતા અને નિયમ ઉલ્લંઘન માટે તરત જ સ્વદેશ મોકલવામાં આવ્યા.  જાપાની બાસ્કેટબોલ ટીમે બાકી આઠ ખેલાડીઓને આ ઘટના છતા હોંગકોંગ વિરુદ્ધ જીત નોંધાવીને ક્વાર્ટરફાઈનલમાં સ્થાન બનાવ્યુ પણ તે ઈરાન વિરુદ્ધ મેચ હારી ગયા. 
 
 
જાપાનના સૂત્રો મુજબ 4 ખેલાડીઓને સ્વદેશ મોકલવાથી ટીમ સોમવારે આ મુકાબલા માટે સંપૂર્ણ રીતે ટ્રેનિંગ ન કરી શકી અને ન તો તે પોતાના ખેલાડીઓને રોટેટ કરી શકી. મંડોલે કહ્યુ જો તમારી ટીમમાં એક સાથે ચાર ખેલાડી ઓછા થઈ જાય તો ફક્ત આઠ સાથે રમવુ મુશ્કેલ હોય છે.  અમારા ચાર ખેલાડીઓએ ખૂબ મોટી ભૂલ કરી. હુ માનુ છુ કે તેમણે નિયમ તોડ્યા. હુ જો કે હાર માટે કોઈ બહાનુ નથી બનાવી રહ્યો.  તેમણે માન્યુ કે મુશ્કેલ પરિસ્થિતિમાં પણ જાપાની ટીમ સારુય રમી અને 100 ટકા પ્રદર્શન કર્યુ

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર