Milkha Singh Death News:ફ્લાઈંગ સિખ મિલ્ખા સિંહનુ નિધન, પીએમ મોદી બોલ્યા - લાખો લોકો માટે આપ પ્રેરણારૂપ રહેશો.

શનિવાર, 19 જૂન 2021 (10:37 IST)
ભારતના ઉડન સિખ એટલે કે ફ્લાઈંગ સિખના નમાથી જાણીતા મહાન તેજ દોડવીર મિલ્ખા સિંહનુ એક મહિના સુધી કોરોના સંક્રમણ સામેની લડત પછી શુક્રવારે રાત્રે 11.30 વાગે ચંડીગઢમાં નિધન થઈ ગયુ. એ પહેલા રવિવાર તેની 85 વર્ષીય પત્ની અને ભારતીય વોલીબોલ  ટીમની પૂર્વ કપ્તાન નિર્મલ કૌરએ પણ કોરોના સંક્રમણને કારણે દમ તોડ્યો હતો.  પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમના નિધન પર પણ ઊંડો શોક વ્યક્ત કર્યો છે. 
 
પરિવારના પ્રવક્તએ જણાવ્યુ કે કોરોના વાયરસથી સંક્રમિત થવાના લગભગ એક મહિના પછી 91 વર્ષના આ મહાન દોડવીરનુ નિધન થઈ ગયુ. મિલ્ખા સિંહ અને તેમનાં પત્ની 20 મેના રોજ કોરોના સંક્રમિત થયાં હતાં. 24 મેના રોજ બંનેને એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. 30 મેના રોજ પરિવારના લોકોના આગ્રહથી તેમને ડિસ્ચાર્જ અપાવીને થોડા દિવસ અગાઉ જ ઘરે લાવવામાં આવ્યાં હતાં. ત્યારથી તેમનો ઘરે જ ઈલાજ ચાલી રહ્યો હતો. તેના થોડા દિવસ પછી તેમની તબિયત ફરીથી લથડી હતી અને ઓક્સિજન લેવલ ઘટવા લાગ્યું હતું. 3 જૂનના રોજ તેમને ફરીથી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જ્યારે નિર્મલ કૌરની સારવાર મોહાલીની ફોર્ટિસ હોસ્પિટલમાં ચાલી રહી હતી. જો કે ગુરૂવારની સાંજ પહેલા તેમની હાલત સ્થિર થઈ ગઈ હતી. તેમના પરિવારમાં તેમના પુત્ર ગોલ્ફર જીવ મિલ્ખા સિંહ અને ત્રણ પુત્રીઓ છે. 
 
એશિયાઈ રમતના ચાર વાર સુવર્ણ પદક વિજેતા 
 
ચાર વખત એશિયન ગેમ્સના સુવર્ણચંદ્રક વિજેતા, મિલ્ખાએ 1958 કોમનવેલ્થ ગેમ્સમાં પણ પીળો ચંદ્રક જીત્યો હતો. તેમનુ શ્રેષ્ઠ પ્રદર્શન 1960 ની રોમ ઓલિમ્પિક્સમાં હતું જેમાં તેઓ 400 મીટર ફાઇનલમાં ચોથું સ્થાન પર રહ્યા હતા.  તેમણે 1956 અને 1964 ઓલિમ્પિક્સમાં પણ ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. 1959 માં તેમને પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતા.
 
પદ્મશ્રી પિતા-પુત્રની પ્રથમ જોડી 
 
જીવ મિલ્ખા સિંહને પદ્મશ્રી એવોર્ડથી સન્માનવામાં આવી ચુક્યા છે. આવામાં મિલ્ખા સિંહ અને તેમના પુત્ર જીવ મિલ્ખા સિંહ દેશના એવા એકમાત્ર પિતા-પુત્રની જોડી છે જેમને ખેલ ઉપલબ્ધિઓ માટે પદ્મશ્રી મળ્યો છે 
 
પ્રધાનમંત્રીએ શોક વ્યક્ત કર્યો 
 
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સુપ્રસિદ્ધ ભારતીય દોડવીર મિલ્ખા સિંહના નિધન પર દુ:ખ વ્યક્ત કરતાં કહ્યું હતું કે ભારતે એક એવા મહાન ખેલ ખેલાડી ગુમાવ્યા છે, જેમનું જીવન ઉભરતા ખેલાડીઓ માટે પ્રેરણારૂપ બનશે. મોદીએ ટ્વિટ કર્યું, 'મિલ્ખા સિંહ જીના નિધન સાથે, અમે એક મહાન રમતવીરને ગુમાવી દીધા છે, જેમણે અસંખ્ય ભારતીયોના હૃદયમાં વિશેષ સ્થાન મેળવ્યું હતું।  પોતાના પ્રેરણાદાયક વ્યક્તિત્વથી લાખો લોકો તેમને ચાહતા હતા. તેમના નિધનથી મને દુ:ખ  થયું છે. 'તેમણે વધુમાં લખ્યું છે કે, મેં થોડા દિવસો પહેલા મિલ્ખાસિંહ જી સાથે વાત કરી હતી. મને ખબર નહોતી કે તે અમારી અંતિમ વાતચીત હશે. તેમના પરિવાર અને વિશ્વભરના તેમના પ્રશંસકોને મારી સંવેદના.
 
અયૂબ ખાને ફ્લાઈંગ સિખ કહ્યા
 
ફ્લાઈંગ સિખના નામથી જાણીતા આ દોડવીરને દુનિયાના દરેક ખૂણેથી પ્રેમ અને સમર્થન મળ્યુ. મિલ્ખાનો જન્મ અવિભાજીત ભારત (વર્તમાન પાકિસ્તાન)માં થયો, પણ સ્વતંત્રતા પછી તેઓ હિંદુસ્તાન આવી ગયા. મિલ્ખાની પ્રતિભા અને ગતિ ઉપરાંત એવો જલવો હતો કે તેમને ફ્લાઈંગ સિખ નો ખિતાબ તત્કાલીન પાકિસ્તાની પ્રધાનમંત્રી ફીલ્ડ માર્શલ અયૂબ ખાને આપ્યો હતો. 
 
સંઘર્ષ પર બની ચુકી છે ફિલ્મ 
 
મહાન દોડવીર મિલ્ખા સિંહના જીવન પર ભાગ મિલ્ખા ભાગ નામથી ફિલ્મ પણ બની છે. મિલ્ખા સિંહે ક્યારેય પણ હાર નથી માની. જો કે મિલ્ખા સિંહે કહ્યુ હતુ કે ફિલ્મમાં તેમની સંઘર્ષની સ્ટોરી એટલી નથી બતાવી જેટલી તેમણે સહન કરી છે. 
 
રોમ ઓલિંપિકમાં કાશ પાછળ વળીને ન જોયુ હોત 
 
જ્યારે પણ મિલ્ખા સિંહનો ઉલ્લેખ થાય છે તો રોમ ઓલિંપિકમાં તેમના પદક ચૂકનો ઉલ્લેખ જરૂર થાય છે. એક ઈંટરવ્યુમાં તેમણે કહ્યુ હતુ કે મારી ટેવ હતીકે હુ દરેક દોડમાં પાછળ વળીને જોતો હતો. રોમ ઓલિંપિકમા દોડ ખૂબ જ નિકટની હતે અને મે ખૂબ જ શાનદાર રૂપે શરૂઆત કરી. જો કે મે એક વાર પાછળ વળીને જોયુ અને કદાચ આ મે ચૂકી ગયો. આ દોડમાં કાસ્ય પદક વિજેતાનો  સમય 45.5 હતો અને મિલ્ખાએ 45.6 સેકંડમાં દોડ પુરી કરી હતી. 
 
પુત્ર જીવ મિલ્ખા સિંહ છે ગોલ્ફર 
 
મિલ્ખા સિંહના પુત્ર જીવ મિલ્ખા સિંહ આંતરરાષ્ટ્રીય સ્તરના જાણીતા ગોલ્ફર છે. જીવે બે વાર એશિયન ટૂર ઓર્ડર ઓફ મેરિટ જીત્યો છે. તેમણે વર્ષ 2006 અને 2008મા આ ઉપલબ્ધિ મેળવી. બે વાર આ ખિતાબને જઈતનારા જીવ ભારતના એકમાત્ર ગોલ્ફર છે. તેઓ યૂરોપિયન ટૂર, જાપાન ટૂર અને એશિયન ટૂરમાં ખિતાબ પણ જીતી ચુક્યા છે. 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર