ભારતીય કોચ અને પાકિસ્તાની ખેલાડીઓ વચ્ચે લડાઈ, લાઈવ મેચમાં જોરદાર હંગામો

ગુરુવાર, 22 જૂન 2023 (09:57 IST)
SAFF Championship
 SAFF ચેમ્પિયનશિપમાં હાલમાં ભારત અને પાકિસ્તાનની ફૂટબોલ ટીમો આમને-સામને છે. આ મેચ બેંગ્લોરના શ્રી કાંતિરવા સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ મેચમાં ભારતીય ટીમ પહેલા હાફ સુધી 2-0થી આગળ છે. પરંતુ ફૂટબોલ મેદાનમાં રમખાણો જોવા મળ્યા હતા. જ્યારે ભારતીય કોચ ઇગોર સ્ટીમિક અને પાકિસ્તાની ખેલાડીઓ વચ્ચે ઝઘડો થયો હતો.
 
કોચ સાથે વિવાદ
મેચની 45મી મિનિટે ભારતીય કોચની પાકિસ્તાની ખેલાડી સાથે ઝઘડો થયો હતો. જ્યારે પાકિસ્તાની ખેલાડી મેચમાં બોલ ફેંકી રહ્યો હતો. ત્યારબાદ ભારતીય કોચ ઈગોર સ્ટીમિકે પાકિસ્તાની ખેલાડી પાસેથી બોલ છીનવી લીધો હતો. જે બાદ ભારતીય કોચે પાકિસ્તાની ખેલાડીઓ સાથે ઝઘડો કર્યો હતો. ત્યારબાદ બંને ટીમના ખેલાડીઓ એકબીજા સાથે અથડાયા અને મારામારી શરૂ થઈ ગઈ. હવે તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

 
મળી આ સજા  
ભારતીય કોચ ઇગોર સ્ટીમિક અને ટીમ મેનેજરને રેફરીએ લાલ કાર્ડ બતાવ્યું હતું. સાથે જ પાકિસ્તાની કોચને યલો કાર્ડ દેખાડવામાં આવ્યું હતું. આ સાથે ભારતના ડિફેન્ડર સંદેશ ઝિંગન અને પાકિસ્તાનના મિડ ફિલ્ડર રહીસ નબીને પણ યલો કાર્ડ બતાવવામાં આવ્યું હતું.
 
ભારતીય ટીમ પહેલા હાફ સુધી આગળ 
ભારતીય ટીમે શરૂઆતથી જ મેચ પર પોતાની પકડ જાળવી રાખી હતી. ભારતીય ખેલાડીઓએ પ્રથમ હાફમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. કેપ્ટન સુનીલ છેત્રીએ 10મી અને 15મી મિનિટમાં ગોલ કર્યા હતા. પાકિસ્તાનના ડિફેન્ડરે બોક્સમાં ભૂલ કરી અને તેની કિંમત ભારતને ભોગવવી પડી

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર