Asian Games 2018: 11માં દિવસે ભારતે જીત્યા 2 સુવર્ણ, 1 રજત અને 1 કાંસ્ય પદક

ગુરુવાર, 30 ઑગસ્ટ 2018 (10:18 IST)
ઈંડોનેશિયાના જકાર્તા અને પાલેમબાંગમાં ચાલી રહેલ 18 મા એશિયાઈ રમતના 11માં દિવસે પણ ભારતે ઐતિહાસિક પદક પોતાના નામે કર્યા.  અર્પિંદર સિંહને ગોલ્ડ મેડલ જીત્યા બાદ ભારતને એથલેટિક્સમાં વધુ એક ગોલ્ડ મળ્યો છે. હેપ્ટાથ્લોનની 800 મીટર રેસમાં સ્વપ્ના બર્મને ભારતને 11મો ગોલ્ડ અપાવ્યો છે. એશિયન ગેમ્સમાં એથલેટિક્સમાં ભારતનો આ પાંચમો ગોલ્ડ મેડલ છે.
 
 હેપ્ટાથલન શુ હોય છે જાણો ? 
 
હેપ્ટાથલનમાં એથલીટને કુલ 7 સ્ટેજમાં ભાગ લેવાનો હોય છે. પહેલાં સ્ટેજમાં 100 મીટર ફર્રાટા રેસ હોય છે. બીજો હાઇ જમ્પ, ત્રીજો શૉટ પુટ, ચોથી 200 મીટર રેસ, પાંચમો લાંબો કૂદકો, અને છઠ્ઠો જેવલિન થ્રો હોય છે. આ ઇવેન્ટના અંતિમ સ્ટેજમાં 800 મીટર રેસ હોય છે. આ તમામ રમતોમાં એથલીટના પ્રદર્શનના આધાર પર પોઇન્ટ મળે છે. ત્યારબાદ પહેલાં, બીજા અને ત્રીજા નંબરના એથલીટનો નિર્ણય કરાય છે.
 
સ્વપ્નાએ સાત સ્પર્ધાઓમાં કુલ 6026 અંકોની સાથે પહેલું સ્થાન પ્રાપ્ત કર્યું. સ્વપ્નાએ 100 મીટરમાં હીટ-2માં 981 અંકોની સાથે ચોથો નંબર પ્રાપ્ત કર્યો હતો. ઊંચી કૂદમાં 1003 અંકોની સાથે પ્રથમ નંબર મેળવ્યો હતો. ગોળા ફેકમાં તેણે 707 અંકોની સાથે બીજા નંબર પર રહી. 200 મીટર રેસમાં તેને હીટ-2મા 790 અંક મળ્યા. ગયા વર્ષે એશિયન એથલેટિક્સ ચેમ્પિયનશિપમાં પણ તે ગોલ્ડ મેડલ જીતીને આવી હતી
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર