18th Asian Games - હોકીમાં પાકિસ્તાનને હરાવીને ભારતે જીત્યો કાંસ્ય

શનિવાર, 1 સપ્ટેમ્બર 2018 (18:08 IST)
ઈંડોનેશિયાના જકાર્તામાં ચાલી રહેલ 18મા એશિયન ગેમ્સમાં આજે 14મા દિવસ છે. ભારતના યુવા મુક્કેબાજ અમિત પનઘલે રિયો ઓલંપિકના ચેમ્પિયન બોક્સર હસનબોયને 47 કિગ્રા ભાર વર્ગમાં 3-2થી હરાવીને સુવર્ણ પદક જીત્યો. તો બીજી બાજુ પુરૂષ હોકીમાં ભારતે ચિર પ્રતિદ્વંદી પાકિસ્તાનને 2-1થી માત આપીને કાંસ્ય પદક જીત્યો છે. આ ભારતનો 69મો મેડલ છે. 
 
 આ મુકાબલામાં ભારતે શરૂઆતથી જ પાકિસ્તાન પર દબાણ બનાવી રાખ્યુ હતું, અને તેને ગોલ કરવાનો કોઇ મોકો આપ્યો નહી. મેચના ચોથા ક્વોર્ટરમાં પાકિસ્તાનની ટીમે 1 ગોલ જરૂરથી કર્યો, પરંતુ ભારતથી બરાબરી કરી શક્યુ નહી.
 
ભારત માટે આકાશદીપ (ત્રીજી મિનિટ) અને હરમનપ્રીત (50મી મિનિટ)એ કર્યો. પાકિસ્તાનની ટીમને મેચ દરમિયાન 4 પેનલ્ટી કૉર્નર મળ્યા હતા. પરંતુ ભારતીય રક્ષા પંક્તિએ તેમને ગોલ કરવાનો મોકો આપ્યો નહી. પાકિસ્તાનનો એક માત્ર ગોલ ફીલ્ડ હતો. આ ગોલ મેચની 51મી મિનિચે મોહમ્મદ આતિફ કર્યો હતો.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર