જન્માષ્ટમી 2018 - શ્રીકૃષ્ણ જન્માષ્ટમી પર બની રહ્યો છે ઉત્તમ સંયોગ, ભૂલથી પણ ન કરશો આ કામ

શનિવાર, 1 સપ્ટેમ્બર 2018 (17:55 IST)
ભાદરવા માસની કૃષ્ણ પક્ષની અષ્ટમીના રોજ જન્માષ્ટમી ઉજવાય છે.  આ વખતે આ 2 અને 3 સપ્ટેમ્બરના રોજ છે. આ વખતે જન્માષ્ટમી પર જયંતીનો યોગ બની રહ્યો છે. જે દ્વાપર યુગમાં કૃષ્ણ જન્મ સમયે બન્યો હતો.   તેથી આ દિવસે પૂજાના સમયે કેટલીક વાતોનુ વિશેષ ધ્યાન રાખવુ પડશે. 
 
1. આ દિવસે જો તમે બીજાને નુકશાન પહોંચાડો છો તો તેનુ ત્રણ ગણુ પાપ પણ તમને ભોગવવુ પડે છે. તેથી જન્માષ્ટમી પર કોઈ ખરાબ કામ ન કરો. 
 
2. એવુ કહેવાય છે કે આ દિવસે કનૈયાની જૂની મૂર્તિની પૂજા પણ કરવી જોઈએ. 
 
3.  જન્માષ્ટમીના વ્રતને વ્રતરાજ પણ કહેવાય છે.  આ દિવસે ઘરમાં શાંતિ અને સદ્દભાવ કાયમ રાખવાથી લક્ષ્મી પ્રસન્ન થાય છે. તેથી વિવાદ કલેશથી દૂર રહો. 
 
4. વિષ્ણુ પુરાણ મુજબ આ દિવસે ભગવાનના ભોગમં તુલસીના પાન જરૂર હોવા જોઈએ. તુલસી વગર ભગવાન પ્રસાદ સ્વીકાર કરતા નથી. 
 
5. જન્માષ્ટમીમાં સાત્વિક ભોજન કરવુ જોઈએ. આ દિવસે માંસ, માછળી અને મદિરાનુ સેવન ન કરો. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર