સેજવાલ દુનિયાની શ્રેષ્ઠ 100માં

વાર્તા

શુક્રવાર, 31 જુલાઈ 2009 (20:20 IST)
ભારતના સંદીપ સેજવાલ રોમમાં ચાલી રહેલ વિશ્વ તરૂણ ચેમ્પિયનશિપમાં પોતાના જોરદાર પ્રદર્શન કરતા 50 મીટર, 100 મીટર, અને 200 બ્રેસ્ટસ્ટ્રોક સ્પર્ધાઓમાં દુનિયાના શ્રેષ્ઠ 100 ખેલાડીયોની સૂચિમાં સ્થાન બનાવવામાં સફળ રહ્યા છે.

સંદીપે રોમમાં 50 મીટર, 100 મીટર, અને 200 બ્રેસ્ટસ્ટ્રોક સ્પર્ધાઓમાં પોતાના જ રાષ્ટ્રીય રેકોર્ડને સુધારીને ત્રણ સ્પર્ધાઓમાં વિશ્વ રેંકિંગ મેળવી લીધી છે. આ સિદ્ધી હાસલ કરનાર તેઓ પ્રથમ ભારતીય તરૂણ છે.

તેમણે વિશ્વ તરૂણ ચેમ્પિયનશિપમાં 50 મીટર બ્રેસ્ટ સ્ટ્રોક સ્પર્ધામાં 27.92 સેકંડનો સમય લીધો અને વિશ્વ રેંકિંગમાં 61માં સ્થાને આવી ગયા. સંદીપે 100 મીટરમાં 01.20 સેકંડનો સમય લેતા રેંકિંગમાં 66માં ક્રમે અને 200 મીટરમાં 69માં ક્રમે રહ્યા છે.

વેબદુનિયા પર વાંચો