જાણો શા માટે જરૂરી છે શ્રાદ્ધ કરવું ?

બુધવાર, 6 સપ્ટેમ્બર 2017 (09:16 IST)
વૈદિક કે પૌરાણિક રીતથી કરો પણ શ્રાદ્ધ કરવું જરૂરી છે. કારણકે તમારા પૂર્વજ તમારી પાસે જ મુક્તિની આશા લગાવી બેસ્યા છે. એમના જીવંત રહેવા દરમિયાન તમે તેમને ક્યારેક નિરાશ કર્યા હોય, તો મૃત્યુ પછી તો એમની સેવા કરી જ શકો છો.  
શાસ્ત્રોનો નિર્દેશ છે કે માતા-પિતા વગેરેના નિમિત્ત એમના નામ અને ગોત્રનું ઉચ્ચારણ  કરી મંત્રો દ્બારા જે અનાજ વગેરે અર્પિત કરાય છે, એ એમને મળે છે. જો એમને  કર્મ મુજબ દેવ યોનિ મળે છે તો એ અમૃત રૂપથી એમને પ્રાપ્ત થાય છે. એમને  ગંધર્વ લોક મળતા ભોગ્ય રૂપમાં, પશુ યોનિમાં તૃણ રૂપમાં, સર્પ યોનિમાં વાયુ રૂપમાં, યક્ષ રૂપમાં પેય રૂપમાં, દાનવ યોનિમાં માંસના રૂપમાં, પ્રેત યોનિમાં રૂધિરમાં અને  માણસ યોનિમાં અન્ન રૂપમાં મળતી હોય છે.
 
જ્યારે પિતર આ સાંભળે છે કે શ્રાદ્ધકાળ શરૂ થઈ ગયો છે, તો તેઓ એક-બીજાનું  સ્મરણ કરતા મનોનય રૂપથી શ્રાદ્ધસ્થળ પર હાજર થઈ જાય છે અને બ્રાહ્નણો સાથે વાયુ રૂપમાં ભોજન કરે છે. એવુ પણ કહ્યું છે કે જ્યારે સૂર્ય કન્યા રાશિમાં આવે છે ત્યારે પિતર એમના પુત્ર-પૌત્રના ત્યાં આવે છે. 
 
webdunia gujarati ના  સરસ નવા Video જોવા માટે webdunia gujarati youtube પર કિલ્ક કરો અને Subscribe કરો .subscribe કરવા માટે લિંક પર જઈને subscribeનો લાલ બટન દબાવો અને  આભાર 
 

જ્યારે પિતર આ સાંભળે છે કે શ્રાદ્ધકાળ ઉપસ્થિત થઈ ગયું છે, તો એક-બીજાને સ્મરણ કરતા મનોનય રૂપથી શ્રાદ્ધસ્થળ પર ઉપસ્થિત થઈ જાય છે અને બ્રાહ્નણો સાથે વાયુ રૂપમાં ભોજન કરે છે. આ પણ કહ્યું છે કે જ્યારે સૂર્ય કન્યા રાશિમાં આવે છે ત્યારે પિતર એમના પુત્ર-પૌત્રના ત્યાં આવે છે. 
વિશેષત : અશ્વિન અમાવસ્યાના દિવસે એ બારણા પર આવીને બેસી જાય છે. જો એ દિવસે એમનો શ્રાદ્ધ નહી કરાય ત્યારે એ શ્રાપ આપીને પરત જાય છે. આથી એ દિવસે પત્ર-પુષ્પ-ફળ અને જળ-તર્પણથી યથાશક્તિ એમને તૃપ્ત કરવું જોઈએ. શ્રાદ્ધ વિમુખ નહી હોવું જોઈએ. 
 
ગરૂણ પુરાણ મુજબ પિતર ઋણ મુક્તિ માટે : કલ્પદેવ કુર્વીત સમયે શ્રાદ્ધ કુલે કશ્ચિન્ન સીદયિ. આયુ: પુત્રાન યશ સ્વર્ગં કીર્તિ પુષ્ટિં બલં શ્રિયમ. પશુન સૌખ્યં ધનં ધાન્યં પ્રાપ્નુયાત પિતૃપૂજનાત દેવકાર્યાદપિ સદા પિતૃકાર્ય વિશિષ્યતે દેવતાભ્ય : પિતૃણા હિ પૂર્વામાપ્યાયન શુભમ 

 
એટલે સમયપર શ્રાદ્ધ કરવાથી કુળમાં કોઈ દુખી નહી રહેતો. પિતરોની પૂજા કરીને માણસ આવક, પુત્ર, યશ, સ્વર્ગ, કીર્તિ, પુષ્ટિ, બળ, શ્રી, પશુ, સુખ અને ધન-ધાન્ય પ્રાપ્ત કરે છે. દેવકાર્યથી પણ પિતૃકાર્યનો ખાસ મહત્વ છે. દેવતાઓથી પહેલા પિતરને પ્રસન્ન કરવું વધારે કલ્યાણકારી છે. 
* શ્રાદ્ધ કરવાનો સમય તુરૂપ  કાળ જણાવ્યુ છે એટલે કે બપોરે 12 થી 3ના મધ્યે 
* શ્રાદ્ધમાં બ્રાહ્મણ અને ગાયનો ખૂબ મહત્વ છે. 
* શ્રાદ્ધના ભોજનમાં ચણાના લોટનો પ્રયોગ વર્જિત છે. 
 
ખાસ: શ્રાદ્ધમાં તર્પણ પંચબલિ કર્મ જરૂર કરવા જોઈએ. સફેદ પુષ્પ અને સફેદ ભોજન કામમાં લેવા જોઈએ. સૂતકમાં બ્રાહ્મણને ભોજન નહી કરાવું જોઈએ. માત્ર ગાયને રોટલી આપો. 
 

સૌભાગ્યવયી મહિલાની મૃત્યુ પર નિયમ છે કે એમનો શ્રાદ્ધ નવમી તિથિને કરવું જોઈએ, કારણકે એ તિથિને શ્રાદ્ધ પક્ષમાં અવિધવા નવમી ગણાય છે. 9ની સંખ્યા ભારતીય દર્શનમાં શુભ ગણાય છે. સંન્યાસિઓના શ્રાદ્ધની તિથિ દ્વાદશી ગણાય છે(બારમી) 
શાસ્ત્ર દ્વારા માર્યા ગયેલા લોકોની તિથિ ચતુર્દશી ગણાય છે. વિધાન આ રીતે પણ છે કે કોઈની પણ  મૃત્યુ જ્ઞાન ન હોય કે પિતરોની ઠીકથી જાણકારી ન હોય તો સર્વપિતૃ અમાવસ્યાના દિવસે શ્રાદ્ધ કરાય છે. 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર