ભારતીય શેરબજારમાં તેજી

ભાષા

શુક્રવાર, 30 જાન્યુઆરી 2009 (19:28 IST)
રિયાલીટી એસ્ટેટ, ધાતુ, બેંકિંગ અને આયલ અને ગેસ ક્ષેત્રની કંપનીઓને મળેલ જોરદાર સમર્થનના કારણે દેશના શેર બજારોમાં આજે ફરી તેજીનો માહોલ જોવા મળ્યો હતો. બીએસઈનો સેંસેક્સ 188 અને એનએસઈનો નિફ્ટી 51 અંકના વધારા સાથે બંધ થયો હતો.

અમેરિકન શેરબજારમાં ગઈકાલે આવેલી જોરદાર મંદીના પગલે આજે એશિયાના બજારોમાં ભારે પડતી સાથે ખુલ્યા હતાં. બાદમાં એશિયાઈ બજારોમાં સુધાર અને એલએંડટી અને પીએનબી જેવી મોટી કંપનીઓના શેરબજાર તેજીમાં રહ્યા હતાં.

બીએસઈનો સેંસેક્સ ગઈકાલે 9236.28 પોઈંટની તુલનાએ 9111.12 પોઈંટ પર નીચામાં ખુલ્યુ હતું અને ઘટતું 9087.36 પોઈંટ સુધી નીચો ગયો હતો. ત્યારબાદ મળેલા સમર્થનથી બજારમાં તેજી આવી અને 9438.31 અંક સુધી વધારો થયો, અને કુલ 187.96 પોઈંટ અને 2.04 ટકાના વધારાથી 9424.24 પોઈંટ પર બંધ થયો હતો.

એનએસઈનો નિફ્ટી 50.85 પોઈંટ અને 1.80 ટકાની બઢતથી 2874.80 અંક પર પહોચી ગયો.

વેબદુનિયા પર વાંચો