તમે બધા ત્રિમૂર્તિ વિશે તો સાંભળ્યું હશે જ . બ્રહ્મા , વિષ્ણુ અને મહેશ આ દુનિયાના સૌથી તાકતવર ભગવાન છે. હિન્દુ ધર્મમાં વિષ્ણુ અને શિવની તો પૂજા થતા તમે જોઈ હશે. પણ શું તમે ક્યારે વિચાર્યુ છે કે બ્રહ્માજીની પૂજા શા માટે નથી કરવામાં આવતી.
શિવે આપ્યો શ્રાપ
એક વાર બ્રહ્માજી અને વિષ્ણુજી વચ્ચે વિવાદ થઈ ગયો કે બન્નેમાંથી શ્રેષ્ઠ કોણ છે. બ્રહ્માજી સૃષ્ટિના રચયિતા હોવાના કારણે શ્રેષ્ઠ હોવાનો દાવો કરી રહ્યા હતા અને ભગવાન આખી સૃષ્ટિના પાલનકર્તાના રૂપમાં પોતાને શ્રેષ્ઠ કહી રહ્યા હતા. ત્યારે ત્યાં એક વિરાટ લિંગ પ્રકટ થયું. બન્ને દેવતાઓએ સહમતિ થી એ નક્કી કર્યુ કે જે આ લિંગના ખૂણા વિશે પહેલા જાણ કરશે એ જ શ્રેષ્ઠ ગણાશે .
એક કથા મુજબ બ્રહ્માજીએ આખી સૃષ્ટિ નિર્માણ પછી દેવી સરસ્વતીને બનાવ્યા.સરસ્વતીને બનાવ્યા પછી બ્રહ્માજી એમની ખૂબસૂરતીથી મોહિત થઈ ગયા. સરસ્વતી બ્રહ્માજી સાથે શારીરિક સંબંધ બનાવવા નહોતી ઈચ્છતી આથી એને પોતાનું રૂપ બદલી લીધું . પણ બ્રહ્માએ હાર ન માની. અંતે સરસ્વતીએ ગુસ્સામાં આવીને બ્રહ્માજીને શ્રાપ આપી દીધો કે વિશ્વનું નિર્માણ કર્યુ હોવા છતાંય એમની પૂજા નહી કરવામાં આવે.