Know About Padmavati - જાણો કોણ છે રાણી પદમાવતી- વાંચો સ્ટોરી

સોમવાર, 22 જાન્યુઆરી 2018 (13:20 IST)
શુક્રવારે રાણી પદમાવતી પર એક ફિલ્મ બનાવી રહ્યા બૉલીવુડ નિર્દેશક સંજય લીલા ભંસાલીને કરણી સેનાના કાર્યકર્તાઓમાંથી એકે  થપ્પડ મારી દીધી. કરણી સેનાના લોકોનો આરોપ છે કે ભંસાલી તેમની ફિલ્મ રાની પદમાવતીના જીવનથી સંકળાયેલા તથ્યો સાથે રમત  કરી રહ્યા છે. રાની પદમાવતી જીવનને આજે પણ રાજ્સ્થાનમાં વાંચવામાં આવે  છે અને દેશ દુનિયાથી આવતા પર્યટકો ચિતૌડગઢના કિલ્લામાં  તે સ્થાન જોવાયા અને સમજાય છે જ્યાં  સુલ્તાન ખિલજીએ તેમને  જોયા હતા.

શું છે રાણી પદમાવતીની સ્ટોરી -  
12મી અને 13મી સદીમાં દિલ્લી પર સલ્તનતનું  રાજ હતુ. વિસ્તારવાદી નીતિથી સુલ્તાન તેમની શક્તિ વધારવા મેવાડ પર ઘણા આક્રમણ કર્યા. આ આક્ર્મણથી  એક આક્રમણ અલાઉદ્દીન ખિલજીએ સુંદર રાની પદમીનીને મેળવવા માટે કર્યુ હતુ. આ કહાનીએ અલાઉદ્દીનના ઈતિહાસકારોના ચોપડીઓમાં લખી હતી. જેથી તે રાજપૂત પ્રદેશ પર આક્રમણ સિદ્ધ કરી શકે. કેટલાક ઈતિહાસકારોએ આ કહાનીને ખોટી જણાવે છે. તેમનુ  કહેવું છે કે આ કહાની મુસ્લિમોએ રાજપૂતોને ઉપસાવવા  માટે લખી હતી. 
 
રાણી પદમાવતીના પિતાનું  નામ ગંધર્વસેન હતુ  અને માતાનું  નામ ચંપાવતી હતુ. સિંહલના રાજા ગંધર્વસેન થયા કરતા હતા. કહેવાય  છે કે રાણી પદમાવતી બાળપણ થી જ ખૂબ સુંદર હતી. અને દીકરી મોટી થતા તેમના પિતાએ રિવાજ મુજબ  સ્વયંવર આયોજિત કર્યુ. આ સ્વયંવરમાં તેમને બધા હિન્દુ રાજાઓ અને રાજપૂતોને બોલાવ્યા. 
 
રાજા રાવલ રતન સિંહ પણ પહેલાથી જ તેમની એક પત્ની હોવા છતાંય સ્વયંવરમાં ગયા હતા. રાજા રાવલ સિંહએ સ્વયંવર જીત્યા અને પદમીની સાથે  લગ્ન કર્યા. લગ્ન પછી પદમીની સાથે  ચિતૌડ પરત ગયા. 
તે સમયે ચિતૌડ પર રાજપૂર રાજા રાવલ રતન સિંહનું રાજ હતુ . એક સરસ શાસક અને પતિ હોવા ઉપરાંત  રતન સિંહ કલાના સંરક્ષક પણ હતા. તેમન દરબારમાં ઘણા પ્રભાવશાળી લોકો હતા. જેનામાંથી રાવલ ચેતન સંગીતકાર પણ હતા. રાઘવ ચેતન એક જાદૂગર પણ છે. આ વિશે લોકોને ખબર નહોતી. તે તેમની પ્રતિભાનો ઉપયોગ દુશ્મનને મારવા માટે કરતો હતો. કહેવાય છે કે એક દિવસ રાઘવ ચેતનને ખરાબ આત્માઓને બોલાવવાનું  કામ ચાલી રહ્યું હતું અને તે રંગે હાથ પકડાઈ ગયો. 
 
આ વાતની ખબર પડતા જ રાવલ રતન સિંહએ તે તેમના રાજ્યથી કાઢી દીધું. રતન સિંહની આ સજાના કારણે રાઘવ ચેતન તેમનો દુશ્મન બની ગયું. તેમનો આ અપમાનના બદલો લેવા માટે રાઘવ ચેતન દિલ્લી હાલી ગયું. ત્યાં રાઘવ ચેતન એક જંગલમાં રોકાયા જ્યાં સુલ્તાન શિકાર માટે જતા હતા. 

 
એક દિવસ જ્યારે તેમને ખબર પડી કે સુલ્તાન શિકાર માટે જંગલમાં આવી રહ્યા છે તો રાઘવ ચેતન તેમની કલા એટલે કે વાંસળી વગાડવી  શરૂ કરી નાખી. વાંસળીમાં માહિર રાઘવ ચેતનની કલાને ઓળખતા ખિલજીએ તેમના સૈનિકોને તેમની પાસે લાવવા માટે કહ્યું. સુલતાનને  રાઘવ ચેતનની પ્રશંસા કરતા તેમને તેમના દરબારમાં આવવા માટે કહ્યું. રાઘવ ચેતનને પોતાના કામમાં સફળતાનો રસ્તો મળી ગયો અને તેમણે એક તીરથી બે નિશાન લગાવવાની શરૂઆત કરી નાખી એક તેમની કળાથી ખિલજીના દરબારમાં પહોંચ્યા અને બીજું રતન સિંહ સાથે બદલો લેવા માટે ખિલ્જીને ભડકાવવા લાગ્યા. 
 
વાત ન બનતા રાઘવ ચેતને  સુલ્તાન સામે કાયમ  રાણી પદમીનીની સુંદરતાના વખાણ કરવા લાગ્યા  જેને સાંભળી ખિલજીના અંદર રાણી પદમીનીને પામવાની ઈચ્છા જાગી. રાજપૂતો વિશે ખિલજી પહેલાથી જ જાણતો હતો. અને તેના માટે તેમની સેનાને ચિતોડ કૂચ કરવા કહ્યું. ખિલજીનો સપનું રાણી પદમાવતીને જોવાનું હતુ. 
 
વખાણ સાંભળ્યા પછી  બેચેન સુલ્તાન ખિલજી રાણી પદમાવતીની એક  ઝલક માટે બેકાબૂ હતો. ચિતૌડગઢનો કિલ્લો ઘેરાબંદી પછી ખિલજીએ રાજા રતન સિંહને એવો  સંદેશ મોકલ્યો  કે  રાણી પદમાવતીને તેમની બેન સમાન માને છે અને તેમને મળવા ઈચ્છે છે.  સુલ્તાનની આ વાત થી જ રતન સિંહે તેમનુ  રાજ્ય બચાવવા માટે તેમની વાત માની લીધી. પણ રાણી તૈયાર નહોતી. તેણે એક શરત રાખી.

 
રાણી પદમાવતીએ કીધું કે તે અલાઉદ્દીનને પોતાના પડછાયાામાં પોતાનો ચેહરો બતાવશે.  અલાઉદ્દીનને આ સમાચાર મળ્યા કે રાની પદમાવતી તેમને મળવા તૈયાર થઈ ગઈ છે તે એ તેમના સૈનિકોના કિલ્લામાં ગયા. 
કહેવાય છે કે રાણી પદમાવતીની સુંદરતા પાણીના પડછાયામાં જોયા પછી અલાઉદ્દીન ખિલજીએ રાણી પદમાવતીને પોતાની બનાવવાની ઠાની લીધી. પરત તેમના શિબિરમાં આવતા સમયે અલાઉદ્દીન ખિલજી સાથે રતન સિંહ પણ હતા. આ સમયે ખિલજીએ સૈનિકોને આદેશ મેળવી અને અવસર જોઈને રતન સિંહને બંદી બનાવી લીધો. રતન સિંહની મુક્તિની શરત  હતી પદમીની. 
 
કિલ્લા માં ચૌહાન રાજપૂત  સેનાગિરી ગોરા અને બાદલે સુલ્તાનને હરાવા માટે એક યોજના બનાવી અને ખિલજીને સંદેશ મોકલ્યો  કે આવતી કાલે સવારે પદમીની સુલ્તાનને સોપી દેશે. કહેવાય છે કે આવતી સવાર થતા જ 150 પાલકીઓ ખિલજીના શિબિર તરફ રવાના કરી નાખી. પાલકીઓ ત્યાં રોકાઈ ગઈ જ્યાં રતન સિંહને બંદી બનાવી રાખ્યો હતો. અચાનક પાલકીઓથી સશસ્ત્ર સૈનિક નીકળ્યા અને રતન સિંહને છોડાવી લીધો અને ખિલજીના તબેલામાંથી ઘોડા ચોરાવી ભાગી નિકળ્યા. એવુ કહેવાય છે  કે ગોરા આ મુઠભેડમાં બહાદુરીથી લડતા વીરગતિને પ્રાપ્ત થયા. જ્યારે બાદલ,રતન સિંહને સુરક્ષિત કિલા સુધી લઈ ગયા. 
 
પોતાને અપમાનિત અને દગા આપતો અનુભવ કરતા સુલ્તાન ગુસ્સામાં આવીને તેમની સેનાને ચિતૌડગઢ કિલા પર આક્રમણ કરવાના આદેશ આપ્યો. કિલો મજબૂત  હતો. અને સુલ્તાનની સેના કિલાની બહાર અડગ રહી. 

ખિલજીએ કિલાની ઘેરાબંદી કરી નાખી અને કિલામાં ખાદ્યા આપૂર્તિ ધીમે-ધીમે સમાપ્ત થતી ગઈ.

મજબૂરીમાં રતન સિંહે દ્વાર ખોલવાના આદેશ આપ્યા અને યુદ્દ માટે લલકાર્યું. રતન સિંહની સેના અપેક્ષાનુસાર ખિલજીના લડાકાઓ સામે ઢેર થઈ ગઈ અને રતન સિંહ વીરગતિને પ્રાપ્ત થયા. આ સૂચના મેળવી રાણી પદમાવતીએ ચિતૌડની મહિલાઓને કહ્યુ કે હવે આપણી પાસે બે વિક્લ્પ છે. કાં તો આપણે જોહર કરી લઈકે  કે પછી વિજયી સેના સામે આપણુ અપમાન સહન કરીએ. 
 
એવુ કહેવાય છે  કે બધી મહિલાઓની એક જ સલાહ હતી. એક વિશાળ ચિતા સળગાવી અને રાણી પદમાવતી પછી બધી મહિલાઓ તે આગમાં કૂદી ગઈ અને આ રીત દુશ્મન બહાર ઉભા જોતા રહી ગયા. જે મહિલાઓએ જોહર કર્યા તેમની યાદમાં  આજે પણ લોકગીતમાં જીવિત છે. જેમાં તેમના કાર્યના ગૌરવના વખાણા કરાય છે. 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર