આપણે જાણીએ છીએ કે આજકાલની જીંદગી ભાગદોડવાળી બની ગઈ છે... સૌ કોઈ જીવનને વધુ સારી રીતે ગુજારવા કે ભવિષ્યની ચિંતાને લઈને પૈસા કમાવવા પાછળ દોડી રહ્યા છે.. તો આજે તમને બતાવી રહ્યા છે આ જ ધનની દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવાના ઉપાયો વિશે.. જેથી તેને અજમાવીને તમે જે પૈસા કમાવી રહ્યા છો તેમા બરકત રહેશે અને તમારી બચત પણ થશે.
લક્ષ્મી મંત્ર
શુક્રવારના દિવસે સૌ પહેલા તમારે સવારે ઉઠીને સ્નાન કરવાનુ છે. ત્યારબાદ ઘરના પૂજા સ્થળ પર શુદ્ધ ઘી નો દીવો પ્રગટાવી લો. પછી માતા લક્ષ્મીનો મંત્ર ૐ શ્રીં શ્રીય નમ: નો 108 વાર જાપ કરવાનો છે. મંત્ર જાપ પછી માતા લક્ષ્મીને ખીર અને સાકરનો ભોગ લગાવો. પછી સાત વર્ષથી ઓછી આયુની કન્યાને ખીર અને મિશ્રીનુ ભોજન કરાવો.
શુક્રવારનો દિવસ માતા લક્ષ્મીનો દિવસ હોય છે. માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે તમારે સતત 3 શુક્રવાર સુધી આ ઉપાય કરવો પડશે. શુક્રવારે સવારે તમે સ્નાન કરીને લાલ કે સફેદ વસ્ત્ર ધારણ કરો. ત્યારબાદ તમારા હાથમાં ચાંદીની અંગૂઠીની વીંટી પહેરીને કોઈ બ્રાહ્મણને દાન કરો. આ શાસ્ત્રીય ઉપાય માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે સારો માનવામાં આવ્યો છે.