આ 5 વસ્તુઓના દાન કરવાથી આવે છે દુર્ભાગ્ય

શુક્રવાર, 10 ફેબ્રુઆરી 2017 (00:51 IST)
શાસ્ત્રોમાં દાન કરવા ખૂબ મહત્વપૂર્ણ ગણાય છે. કહેવાય છે કે કોઈની જરૂરતને પૂરા પાડીને તેમના ચેહરા પર ખુશી લાવવી શુભ હોય છે. જ્યોતિષ મુજબ દાન કરવાથી પહેલા કેટલીક વાત જાણવી બહુ જરૂરી છે જ્યોતિષ મુજબ કેટલીક વસ્તુઓના દાન કરવું યોગ્ય નથી ગણાયું તેથી આવી વસ્તુઓ દાન નહી કરવી જોઈએ. 
તેલ -જ્યોતિષ મુજબ કહેવાય છે કે શનિ માટે શનિવારે તેલનો દાન કરાય છે. પણ શુદ્ધ અને નવું હોય. ખુલેલા અને ઉપયોગ કરેલા તેલનો દાન કરવાથી શનિનો દોષનો સામનો કરવું પડે છે. 
 
અણીદાર વસ્તુઓ- જ્યોતિષની માની તો ક્યારે પણ બીજાને અણીદાર વસ્તુઓ જેમ કે ચાકૂ અને કાતર નહી આપવી જોઈએ. કહેવાય છે કે તેનો દાન કરવાથી તમને જીવનમાં ઘણા પ્રકારના કષ્ટનો સામનો કરવું પડે છે . તેથી ભૂલીને પણ કાતર જેવી વસ્તુઓને દાન નહી કરવા જોઈએ. 
 
ઝાડૂ(સાવરણી) - આ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે ક્યારે પણ દાનમાં સાવરણી નહી આપવી જોઈએ. તેનાથી ઘરમાં લક્ષ્મી નહી આવે છે . કહેવાય છે કે કોઈને સાવરની દાન કર્યા પછી હાથમાં પૈસા પણ નહી બચે છે. 
 
વાસી ભોજન- ભોજનનો દાન કરવું સારી વાત છે અને તે બહુ શુભ ગણાય છે. જ્યોતિષ મુજબ ક્યારે પણ કોઈને વાસી ભોજન દાન નહી કરવા જોઈએ કહેવાય છે કે વાસી ભોજન દાન કરવાથી પરિવારના સભ્યોના વચ્ચે સંબંધોમાં ખટાશ આવી જાય છે અને ધનની હાનિ પણ થાય છે. 
 
જૂના કપડા- શાસ્ત્રોમાં કહ્યું છે કે કપડાનો દાન કરવું શુભ ગણાય છે. પણ ક્યારે કોઈને જૂના કપડા દાન નહી કરવા જોઈએ. જ્યોતિષ મુજબ કહેવાય છે કે જૂના કપડાના દાન કરવું સારું નહી ગણાય. 
 

વેબદુનિયા પર વાંચો