ધર્મ કોને કહેવાય?

બુધવાર, 18 જાન્યુઆરી 2017 (09:10 IST)
ધર્મ એટલે શું? કોઈએ ક્યારેય પણ આ વિચાર કર્યો છે કે ધર્મ શું છે? ના આપણને નાનપણથી જ શીખવાડી દેવામાં આવે છે કે આપણે હિંદુ છીએ કે મુસલમાન છીએ અને આ રીતે જ પુજા-પાઠ કરવો જોઈએ અને અને આ રીતે જ નમાજ પઢવી જોઈએ તો આપણે તેને આપણા માનસમાં ફીટ કરી દઈએ છીએ. અને જીવન પર્યત બસ તે જ વાતને યાદ રાખીને જીવીયે છીએ અને તેનું જ અનુસરણ કરીએ છીએ પરંતુ ક્યારેય પણ તે જાણવાનો પ્રયત્ન નથી કરતાં કે ધર્મનો સાચો અર્થ શું છે?

ધર્મ એટલે કોઈ પૂજા કરવી કે મંદિરે જવું અને હિંદુ ધર્મ પાળવો તે ધર્મ નથી પરંતુ ધર્મનો સાચો અર્થ છે માનવતા. ધર્મ એક જીવન જીવવાની કળા છે. પોતે પણ સુખ મેળવવું અને બીજાને સુખ પણ આપવું તે ધર્મ છે. આપણે પણ ખુશીથી અને જીવવું અને બીજાને પણ જીવવા દેવા તેને ધર્મ કહેવાય. બધા જ લોકો શાંતિ અને સુખેથી જીવન પસાર કરવા માંગે છે અને દુ:ખને દૂર કરવા માંગે છે પરંતુ કોઈને પણ તે ખબર નથી કે સુખ શું છે અને તેને કેવી રીતે મેલવી શકાય? આપણે તેને મેળવવા માટે બસ આંધળા થઈને દોટ લગાવીએ છીએ. આપણે વાસ્તવિક સુખથી દૂર રહીને વધારે દુ:ખી થઈએ છીએ અને બીજાઓને પણ દુ:ખી કરીએ છીએ.

ખરૂ સુખ એ આપણી આંતરિક શાંતિમાં છે અને આંતરિક શાંતિ ચિત્તની વિકાર-વિહીનતામાં છે. ચિત્તની નિર્મળતામાં છે. આપણા ચિત્તની વિકાર-વિહિનતા જ ખરી રીતે સુખ શાંતિની અવસ્થા છે.

જીવનમાં સાચી શાંતિ અને સાચુ સુખ તે જ ભોગવે છે જે નિર્મળ ચિત્તે જીવન જીવે છે. જે વ્યક્તિ જેટલો વિકારોથી મુક્ત રહે છે તે તેટલી સારી રીતે જીવન જીવવાની કળા જાણે છે. અને તે જ વ્યક્તિ સાચી રીતે ધાર્મિક પણ હોય છે. નિર્મળ ચિત્તનું આચરણ કરવું તે જ ધર્મ છે. આની અંદર જે વ્યક્તિ જેટલો નિપુણ છે તે તેટલો જ ધાર્મિક છે.

પ્રકૃતિનો એક નિયમ છે કે જે જેવું કામ કરશે તેને તેવું જ પરિણામ મળશે. કારણ કે જ્યારે પણ કોઈ કારણના પરિણામસ્વરૂપ કોઈ કાર્ય સંપન્ન થાય છે, તે કારણોનાં ના રહેવાથી તે કાર્ય જ નથી થઈ શકતું. આ નિયમોનુસાર જ્યારે-જ્યારે આપણું મન ક્રોધિત થાય છે, દુ:ખી થાય છે, ઈર્ષ્યા, ભય વગેરેથી જ્યારે બુમ પાડી ઉઠે છે ત્યારે ત્યારે આપણે વ્યાકુળ થઈ જઈએ છીએ. દુ:ખને જોઈને સુખથી દૂર થઈ જઈએ છીએ. જ્યારે જ્યારે આપણું મન આવા વિકારોથી દૂર રહે છે ત્યારે ત્યારે આપણે દુ:ખથી પણ બચી રહીએ છીએ. આપણી મનની અંદરની સુખ શાંતિને અનુભવી શકીએ છીએ.

વેબદુનિયા પર વાંચો