70મો ગણતંત્ર દિવસ - રિપબ્લિક ઈંડિયા બનવાની જાણો સંપૂર્ણ સ્ટોરી
શુક્રવાર, 3 જાન્યુઆરી 2020 (15:54 IST)
લગભગ સો વર્ષ અંગ્રેજોની હુકુમત સહન કર્યા પછી 15 ઓગસ્ટ 1947ના રોજ દેશ આઝાદ થયો. ત્યારબાદ જોર્જ ષષ્ઠમને રાષ્ટ્ર પ્રમુખ અને અર્લ માઉંટબેટનને ગવર્નર જનરલ બનાવવામાં આવ્યા. જોકે દેશ આઝાદ થયો પણ તેમની પાસે ખુદનુ સંવિધાન નહોતુ. ભારતનો કાયદો ગવર્નમેંટ ઑફ ઈંડિયા એક્ટ 1935 પર આધારિત હતો.
સંવિધાનમાં લાગ્યા બે વર્ષ 11 મહિના અને 18 દિવસ
29 ઓગસ્ટ 1947ના રોજ ડોક્ટર ભીમરાવ આંબેડકરના નેતૃત્વમાં ભારતીય સંવિધાનનુ પ્રારૂપ તૈયાર કરવા માટે સમિતિની રચના કરવામાં આવી હતી. પ્રારૂપ સમિ તિએ સંવિધાનને તૈયાર કરીને ચાર નવેમ્બર 1947ના રોજ સંવિધાન સભાને સોંપી હતી. તેને તૈયાર કરવામાં સમિતિને બે વર્ષ 11 મહિના 18 દિવસનો સમય લાગ્યો હતો.
અંતિમ રૂપથી 26 જાન્યુઆરી 1950ના રોજ સંવિધાન પ્રભાવી બન્યુ. 26 જાન્યુઆરીનો દિવસ એ માટે પસંદ કરવામા આવ્યો કારણ કે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે 1930માં આ દિવસે ભારતને પૂર્ણ સ્વરાજ જાહેર કર્યુ હતુ.
બ્રિટિશ બૈરિસ્ટર સેરિલ રેડક્લિફ બનેલ બે સીમા આયોગોના ચેયરમેન
જૂન 1947ના રોજ વાયસરાય લોર્ડ માઉંટબેંટને પંજાબ અને બંગાળના વિભાજન માટે બે સીમા આયોગોની રચના કરી. તેના ચેયરમેન બ્રિટિશ બૈરિસ્ટર સેરિલ રેડક્લિફને બનાવાયા. રેડક્લિફે 13 ઓગસ્ટ 1947ના રોજ ભારત અને પાકિસ્તાનને વિભાજિત કરનારો નકશો રજુ કર્યો. તે પ્રથમ અને અંતિમ વખત એ કામ માટે ભારત આવ્યા.
14 ઓગસ્ટ પાકિસ્તાનની આઝાદીની તારીખ
લોર્ડ માઉંટબેંટન પર ભારત અને પાકિસ્તાનના આઝાદ થવા પર સ્વતંત્રતા સ્મારંભમાં હાજરી આપવાનુ દબાણ હતુ. તેથી તેમને બંને સ્થાન પર હાજર રહેવા માટે પાકિસ્તાનની આઝાદીની તારીખ 14 ઓગસ્ટ નક્કી કરી હતી. તેથી પાકિસ્તાનનો સ્વતંત્રતા દિવસ એક દિવસ પહેલા 14 ઓગસ્ટના રોજ આવે છે.
- 1976 માં કટોકટી દરમિયાન સંવિધાનમાં સંશોધન કરવામાં આવ્યુ અને તેની પ્રસ્તાવનામાં સમાજવાદી શબ્દ પ્રસ્તાવનામાં જોડવામાં આવ્યો
- 1946માં બ્રિટનમાં લેબર પાર્ટીની સરકાર સત્તામાં આવી. પ્રધાનમંત્રી ક્લીમેંટ એટલીની એ સરકારે ફેબ્રુઆરી 1947માં જાહેરાત કરી હતી કે છેલ્લામાં છેલ્લે જૂન 1948 પહેલાજ બ્રિટિશ ભારતને છોડીને જતા રહેશે.
- ઓગસ્ટ 1947માં જમ્મુ-કાશ્મીરના રાજાએ એ નક્કી નહોતુ કર્યુ કે તેઓ કયા પક્ષ સાથે રહેવા માંગે છે.
- ઓક્ટોબર 1947માં ભારતમાં સામેલ થવાની જાહેરાત કરી.
- 1929માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના લાહોર અધિવેશનમાં પૂર્ણ સ્વરાજની માંગ કરતા 26 જાન્યુઆરીના રોજ સ્વતંત્રતા દિવસના રૂપમાં જાહેર કરવામાં આવ્યો હતો.
- 1947 સુધી કોંગ્રેસે સતત દર વર્ષે 26 જાન્યુઆરીના રોજ સ્વતંત્રતા દિવસના રૂપમાં ઉજવ્યો. પછી 26 જાન્યુઆરી 1950ના રોજ સંવિધાનને સંપૂર્ણ રીતે પ્રભાવી થયા પછી આ તારીખને ગણતંત્ર દિવસના રૂપમાં મનાવવામાં આવવા લાગ્યો.