પ્રધાનમંત્રી બીએમ ડબલ્યૂ કારમાં સવાર થશે

N.D
પ્રધાનમંત્રી ડો. મનમોહન સિંહ આ ગણતંત્ર દિવસ પર જર્મન નિર્મિત બીએમડબલ્યૂ કારમાં જોવા મળશે. આવુ દેશમાં વધી રહેલ આતંકવાદના ભયને કારણે કરવામાં આવી રહ્યુ છે. સરકારે ખૂબ જ સુરક્ષિત રીતે તૈયાર કરવામાં આવેલ બીએમડબલ્યૂ એક્સ સીરિઝની પંદર કારો ખરીદી છે. ચાર કાર મળી ચૂકી છે.

ગયા અઠવાડિયે પ્રધાનમંત્રીની સુરક્ષામાં ગોઠવાયેલા સ્પેશ્યલ પ્રોટેક્શન ગ્રુપે ભારત પહોંચી આ કારોનુ ટ્રાયલ રન પણ કરી લીધુ છે. ટ્રાયલ સફદરજંગના એયરપોર્ટ પર કરવામાં આવ્યુ. પરીક્ષણમાં કારોને સામાન્ય અને વિશેષ પરિસ્થિતિઓના હિસાબથી જુદી જુદી રીતે પારખવામાં આવી. આ નવી કારની કિમંત 78 લાખ 60 હજાર રૂપિયા છે. કસ્ટમ ડ્યુટી લગાવીને કિમંત 15 કરોડ રૂપિયા પડી રહી છે. પ્રધાનમંત્રીની સુરક્ષા ગ્રુપની મર્સિડીઝ બેંજ કારોનું એમ્બુલેંસમાં રૂપાંતર કરવામાં આવ્યુ છે.

એક અધિકારીએ જણાવ્યુ એક આ બુલેટ પ્રુફ કારો પર બોમ્બ, હેંડ ગ્રેનેડ કે રોકેટ લાંચરના હુમલાની પણ અસર નહી થાય. આની સમગ્ર બોડી આમ્રર પ્લેટિંગની કરવામાં આવી છે. કારની અંદર હાઈટેક સેંસર લગાવવામાં આવ્યા છે, જે અંદર બેસેલા ચાલક અને સુરક્ષાકર્મચારીઓને ઘણા લાંબા કિલોમીટર સુધીની સુરક્ષા અંગેની માહિતી આપતા રહેશે. હુમલાની સ્થિતિમાં કારને હાઈસ્પીડ પર કોઈ પણ એંગલ પર વળાવીને ઝડપથી ભગાડી શકાય છે. 4799 સીસીવાળી આ કારમાં બે એંજિન લાગેલા છે. જે એક સાથે કે પછી જુદી જુદીરીતે ઉપયોગમાં લઈ શકાય છે. કારમાં ફોન, ટીવી, કોમ્યુટર ઉપરાંત સમગ્ર હાઈટેક સિસ્ટમ છે. ચલાવવા માટે પોલિસ અને અર્ધસૈનિક બળના ડ્રાઈવરોને વિશેષ ટ્રેનિંગ આપવામાં આવી છે.

વેબદુનિયા પર વાંચો