વર્ષનુ પ્રથમ સૂર્યગ્રહણ 26 જાન્યુઆરીએ થશે. કંકણાકાર ગ્રહણ દરમિયાન સૂર્યના કિનારે થનારી ક્લય(રિંગ) અદ્દભૂત છટા વિખેરશે. આ ગ્રહણ દેશના દક્ષિણ અને પૂર્વ ભાગમાં જોવા મળશે.
વરાહમિહિર વૈજ્ઞાનિક ઘરોહર અને શોધ સંસ્થાનના ખગોળ વૈજ્ઞાનિક સંજય કૈથવાસે જણાવ્યુ કે 26 જાન્યુઆરીના સૂર્યગ્રહણના નજારા દક્ષિણ-પૂર્વી ભારતમાં બપોરે 3 વાગીને 20 મિનિટ સુધી રહેશે. આ સમયે અરુણાચલ પ્રદેશ, નગાલેંડ, અસમ, મેઘાલય, મણિપુર, મિઝોરમ, પશ્ચિમ બંગાળનો પૂર્વી ભાગ, ઉડીસા, આંધ્રપ્રદેશ, તમિલનાડુ, દક્ષિણ કર્ણાટક, કેરલ, અંડમાન, અને નિકોબારમાં આ ગ્રહણ જોઈ શકાશે. શ્રી કેથવાસે કહ્યુ કે જ્યારે ચંદ્રમાં પૃથ્વીથી વધારેમાં વધારે અંતરે હોય છે ત્યારે તે સૂર્યને પૂરી રીતે ઢાંકી નથી શકતો, આવા સમયે ગ્રહણ દરમિયાન સૂર્યના કિનારે એક બંગડી કે રિંગની આકૃતિ બની જાય છે જેને જ્યોતિષ વિજ્ઞાનમાં કંકણાકૃતિ સૂર્યગ્રહણ કહે છે. સૂર્યની બહારની કિનાર અને સૌરમંડળના અનુસંધાન માટે ગ્રહણ મહત્વનુ હોય છે.
શ્રી કેથવાસે બતાવ્યુ કે ગ્રહણની શરૂઆત સૂર્યોદયની સાથે દક્ષિણ એટલાંટિક મહાસાગરથી થશે. આ સ્થળથી પૃથ્વી પર ચંદ્રમાની છાયા 363 કિમી પહોળી ગલી બનાવતા પોતાની યાત્રા શરૂ કરશે. જે હિન્દ મહાસાગરથી થઈને ઈંડોનેશિયા દ્વીપ સમૂહના સુમાત્રા અને બોર્નિયાના ઉપર થઈને દક્ષિણ-પૂર્વી એશિયા સુધી પહોંચ્યા પછી સૂર્યાસ્તની સાથે જ સૂર્યગ્રહણનુ મોક્ષ થઈ જશે. તેમણે જણાવ્યુ કે ગ્રહણની ચરમ સીમા હિન્દ મહાસાગરના 32 ડિગ્રી દક્ષિણ અક્ષાંશ અને 66 ડિગ્રી પૂર્વી દેશાંતર પર થશે. આ અવસ્થા 7 મિનિટ 54 સેકંડ સુધી રહેશે.