ગુજરાતની તમામ સીટો પર ચૂંટણી લડશે આપ, મનીષ સિસોદિયાએ કરી જાહેરાત

શનિવાર, 4 જૂન 2022 (11:39 IST)
ગુજરાતમાં આ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. એવામાં તમામ રાજકીય પક્ષોએ જોરશોરથી તૈયારીઓ શરૂ કરી દીધી છે. ત્યારે ગુજરાતના ચૂંટણી દંગલમાં આમ આદમી પાર્ટી પણ પુરી તાકાત સાથે ઉતરી રહી છે. ઉલ્લેખનીય છે કે આમ આદમી પાર્ટીએ જાહેરાત કરી છે કે તે રાજ્યની તમામ 182 બેઠકો પર તેના ઉમેદવારો ઉભા કરશે.
 
ગુજરાતની તમામ સીટો પર ચૂંટણી લડશે આપ
તમને જણાવી દઈએ કે શુક્રવારે વડોદરામાં દિલ્હીના નાયબ મુખ્યમંત્રી અને વરિષ્ઠ AAP નેતા મનીષ સિસોદિયાએ જાહેરાત કરી હતી કે તેમની પાર્ટી ગુજરાતની તમામ સીટો પર ચૂંટણી લડશે. તેમણે કહ્યું, “હવે ગુજરાતની જનતાએ નક્કી કરવાનું છે. અત્યાર સુધી અહીંના લોકો પાસે વિકલ્પ નહોતો પરંતુ હવે તેમની પાસે વિકલ્પ છે.
 
સિસોદિયાએ ગુજરાતની સરકારી સ્કૂલોને લઇને રાજ્ય સરકાર પર તાક્યું તીર
ઉલ્લેનીય છે કે શુક્રવારે દિલ્હીના શિક્ષણ મંત્રી મનીષ સિસોદિયાએ ગુજરાતની સરકારી શાળાઓને લઈને વડોદરામાં જાહેર સંવાદ કર્યો હતો. આ પ્રસંગે 27 વર્ષ જૂની ભાજપની સરકારી શાળા વિરુદ્ધ 7 વર્ષ જૂની દિલ્હીની શાળાઓનું ફોટો પ્રદર્શન પણ યોજવામાં આવ્યું હતું. આ દરમિયાન સિસોદિયાએ જનસંવાદમાં કહ્યું કે લોકોએ સ્પષ્ટ કહ્યું છે કે ભાજપે 27 વર્ષમાં ગુજરાતમાં સરકારી શાળાઓની માટી ખંખેરી નાખી છે. 
 
અહીં સરકારી શાળાઓ બંધ કરીને ખાનગી શાળાઓના કલ્ચરને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું. એટલું જ નહીં, જે નેતાઓએ સરકારી શાળાઓનું નવીનીકરણ કરવું જોઇતું હતું, તેઓએ પોતાની ખાનગી શાળાઓ ખોલી દીધી. રાજ્યના શિક્ષણ સંમેલનમાં દેશના તમામ શિક્ષણ પ્રધાનો આવ્યા હતા, પરંતુ તે દરમિયાન પણ રાજ્ય સરકારે માત્ર પોતાની સિદ્ધિઓની જ વાતો કરી હતી. પરંતુ રાજ્ય સરકાર શિક્ષણ મંત્રીઓને એક પણ શાળા બતાવી શકી નથી.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર