Weather ગુજરાતમાં હોળી બાદ રાજ્યમાં ગરમીનું પ્રમાણ સતત વધી રહ્યું છે. રાજ્યના મોટાભાગના શહેરોમાં તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચી ગયું છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી દિવસોમાં ગુજરાતના કેટલાક વિસ્તારોમાં આકરી ગરમી પડશે. હવામાન વિભાગે રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં 18 માર્ચથી 20 માર્ચ સુધી ગરમ અને ભેજવાળી સ્થિતિ યથાવત રહેવાની આગાહી કરી છે. આ સાથે હવામાન વિભાગે જણાવ્યું હતું કે ગુજરાતમાં આકરી ગરમીનો સમયગાળો સમગ્ર માર્ચ મહિના સુધી ચાલવાનો છે. જો કે એપ્રિલ મહિનામાં કમોસમી વરસાદ પણ પડી શકે છે.
યલો હીટ વેવ એલર્ટ જારી
હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં આકરી ગરમી પડશે. કચ્છમાં આકરી ગરમીની અસર હજુ યથાવત રહેવાની શક્યતા છે. હવામાન વિભાગે કચ્છના કેટલાક વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ પણ જાહેર કર્યું છે. દીવમાં હીટ વેવની ચેતવણી અને યલો એલર્ટ પણ જારી કરવામાં આવ્યું છે. ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં અગવડતા જોવા મળી શકે છે.