રાજ્યમાં ગુલફૂલાબી ઠંડીનો ચમકારો શરૂ, નલિયામાં બન્યું ઠંડુગાર, જાણો ક્યાં કેટલું તાપમાન નોંધાયું

મંગળવાર, 19 ઑક્ટોબર 2021 (09:50 IST)
રાજ્યમાં છેલ્લા બે દિવસથી વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. ગત બે દિવસથી રાત્રે ઠંડીનો ચમકારો શરૂ થઇ ગયો છે. ધીમે ધીમે રાજ્યમાં ફૂલગુલાબી ઠંડીની શરૂઆત થઇ ગઇ છે. એમાં પણ ખાસ કરીને  નલિયા અને વલસાડમાં સતત ઠંડી વધી રહી છે. 
 
રાજ્યમાં વહેલી સવારે તથા રાત્રે ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. બપોરના સમયે ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. રાજ્યમાં ગરમીનો પારો વિવિધ શહેરોમાં 35થી 38 ડિ.સે. વચ્ચે રહેવા પામ્યો હતો. 
 
હવામાન વિભાગનાં સત્તાવાર સૂત્રોએ કહ્યું હતું કે, રાજ્યમાં લઘુત્તમ તાપમાનમાં પણ ઘટાડો થઈ રહ્યો છે. રાજ્યનાં અન્ય શહેરો પૈકી અમદાવાદમાં 24 ડિ.સે., ગાંધીનગરમાં 21 ડિ.સે., ડીસામાં 21 ડિ.સે., વડોદરામાં 23 ડિ.સે., સુરતમાં 24 ડિ.સે., વલસાડમાં 19 ડિ.સે., ભૂજમાં 22 ડિ.સે., નલિયામાં 17 ડિ.સે., ભાવનગરમાં 24 ડિ.સે., રાજકોટમાં 23 ડિ.સે., સુરેન્દ્રનગરમાં 22 ડિ.સે. લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. જો કે, રાજ્યમાં બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. ખાસ કરીને ભૂજમાં 38 અને અમદાવાદ તથા ગાંધીનગરમાં 36 ડિ.સે. મહત્તમ તાપમાન નોંધાવા પામ્યું હતું.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર