વધતી ઉમ્રમાં ચેહરા અર નિખાર માટે છે 3 હોમમેડ ફેસ પેક

સોમવાર, 4 ઑક્ટોબર 2021 (17:15 IST)
મહિલાઓ ઉમ્રના 40 પાર કર્યા પછી પણ તેમના ચેહરાના નિખાર જાણવી રાખી શકે છે. પણ તેને ખબર હોવી જોઈએ કે કયું કેસ પેક તેને લગાવવું જોઈ. આવો તમને જણાવીએ તમારા ચેહરાના નિખાર માટે સારું ફેસ પેક 
 
આમ તો આપણે ઘણા પ્રકારમા ફેસ પેક લગાવીએ પણ હવે બટાટાનો ફેસ પેક ચેહરા પર અજમાવો. તમને વિશ્વાસ ન થાય એવા પરિણામ મળશે. ચેહરાના ડાઘ હોય, કોઈ નિશાન હોય, ટેનિંગ હોય કે આંખના નીચે કાળા ઘેરા આ બધાને ઠીક કરવામાં બટાટાનો ફેસ પેક તમને બહુ કામ આવશે. આઓ જાણીએ બટાટાના 3 પ્રકારના ફેસપેક 
 
1. બટાટા-ઈંડાનો ફેસપેક 
અડધું બટાકુ કાપી તેનો રસ કાઢી લો. હવે તેમાં ઈંડાનો સફેદ ભાગ મિક્સ કરી સારી રીતે પેસ્ટ બનાવી લો. આ પેસ્ટને ચેહરા અને ગરદન પર 20 મિનિટ લગાવીને રાખો પછી સાફ પાણીથી ધોઈ લો. આવું અઠવાડિયામાં એક -બે વાર કરવું. આ ફેસપેકથી ચેહરાના રોમછિદ્ર પણ બંદ થવા લાગશે. 
 
2. બટાટા-હળદરનો ફેસપેક 
તેના માટે અડધું બટાટા કાપી તેમાં એક એક ચપટી હળદર મિક્સ કરી ચેહરા પર લગાવો અને અડધા કલાક પછી ચેહરા ધોઈ લો. આ ફેસ પેકને નિયમિત લગાવવાથી તમારી ત્વચાનો રંગ સાફ થવા લાગશે. 
 
3. બટાટા-દૂધથી બનેલા ફેસપેક 
અડધા બટાટાના રસમાં બે ચમચી કાચું દૂધ મિક્સ કરી આ મિશ્રણને સારી રીતે મિક્સ કરી લો. હવે કૉટનની મદદથી તેને ચેહરા અને ગરદન પર લગાવો. તેને 20 મિનિટ ચેહરા પર રાખ્યા પછી ધોઈ લો. અઠવાડિયામાં બે-ત્રણ વાર લગાવો. ચેહરા પર અંતર સાફ નજર આવવા લાગશે. 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર