રાજ્યસભાની 10 બેઠક માટે 24મીએ થશે મતદાન, ગુજરાતની 3 બેઠક માટે 6 જુલાઈએ જાહેરનામું બહાર પડશે

બુધવાર, 28 જૂન 2023 (00:29 IST)
દેશના ત્રણ રાજ્યોની 10 રાજ્યસભાની બેઠકોની ચૂંટણી યોજાવા જઈ રહી છે. ગુજરાતની વાત કરીએ તો અહીં રાજ્યસભાની ત્રણ બેઠકો માટે 6 જુલાઈના રોજ જાહેરનામું બહાર પાડવામાં આવશે. દરમિયાન ગુજરાતની 3 બેઠકો માટે 24 જુલાઈએ ચૂંટણી યોજાઈ શકે છે. 13 જુલાઈએ ફોર્મ ભરવાનો અંતિમ દિવસ નક્કી કરવામાં આવ્યો છે, તો 14 જુલાઈએ ઉમેદવારી પત્રની ચકાસણી હાથ ધરાશે. જ્યારે ઉમેદવારી પત્રો પાછા ખેંચવાની અંતિમ તારીખ 17 જુલાઈ હોવાનું સામે આવ્યું છે. 
 
ગુજરાતની 3 રાજ્યસભાની બેઠકોની વાત કરીએ તો દિનેશ અનાવાડિયા, જુગલજી અને વિદેશ મંત્રી એસ જયશંકરની ટર્મ 18 ઓગસ્ટે પુરી થાય છે. ગોવાની એક અને પશ્ચિમ બંગાળની 6 રાજ્યસભાની બેઠકો માટેનો ચૂંટણી કાર્યક્રમ પણ જાહેર કરાયો છે. વિધાનસભામાં ભાજપ અને કોંગ્રેસના ધારાસભ્યોની સંખ્યા જોતા ભાજપના ફાળે રાજ્યસભાની ત્રણેય બેઠકો બિનહરીફ જાય તેવી સ્થિતિ છે. 24 જુલાઈએ મતદાન બાદ મતગણતરી થશે તેવું જાણવા મળ્યું છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર