ભાજપ સંગઠનમાં મોટા ફેરફાર, રાજકોટ સહિત ચાર મહાનગરના પ્રમુખો બદલાયા

ગુરુવાર, 25 મે 2023 (18:08 IST)
લોકસભા 2024ની ચૂંટણીની તૈયારી શરુ કરી દીધી છે. ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે ગત રોજ સંગઠન મંત્રીની અધ્યક્ષતામાં રાજ્યના 8 મહાનગરના પદાઅધિકારીઓ સાથે એક બેઠક યોજી હતી. આ બેઠકના બીજા જ દિવસે સંગઠનામાં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે.

દેશમાં આગામી વર્ષે લોકસભાની ચૂંટણી યોજાનાર છે. આ માટે ભાજપ દ્વારા અત્યારથી જ તૈયારી આરંભી છે. ભાજપે આજે 4 શહેરના પ્રમુખની બદલીને નવા પ્રમુખની નિમણૂંક કરી છે. રાજકોટ જિલ્લા અને શહેર પ્રમુખોનો પણ સમાવેશ થાય છે. રાજકોટ જિલ્લા પ્રમુખ તરીકે અલ્પેશ ધોલરીયા તેમજ શહેર પ્રમુખ તરીકે કમલેશ મિરાણીની જગ્યાએ મુકેશ દોશીને નિમણૂંક કર્યા છે. આ ઉપરાંત કચ્છમાં દેવજીભાઈ વરચંદ અને મોરબીમાં રણછોડભાઈ દલવાડીની નિમણૂંક કરવામાં આવી છે. લોકસભાની ચૂંટણીમાં ભાજપે રાજ્યની 26 બેઠકો પાંચ લાખ મતના માર્જિનથી જીતવાનું નક્કી કર્યું છે. ભાજપ પ્રમુખ પાટીલે અત્યારથી જ મીટિંગોનો દોર શરૂ કરી દીધો છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર