બાગેશ્વર બાબા અમદાવાદ પહોંચ્યા, એરપોર્ટની બહાર આવી અનુયાયીઓનું અભિવાદન ઝીલ્યુ

ગુરુવાર, 25 મે 2023 (16:10 IST)
અમદાવાદમાં  ચાણક્યપુરી વિસ્તારમાં 29 અને 30 મે એમ બે દિવસ દિવ્ય દરબાર યોજાશે
 
બાગેશ્વર બાબા અમદાવાદ પહોંચી ગયાં છે. આજથી ગુજરાતના પાંચ શહેરોમાં તેમનો દિવ્ય દરબાર યોજાવાનો છે. તેઓ અમદાવાદ આવીને દેવકીનંદનની શીવપુરાણ કથામાં ભાગ લેવાના છે. અમરાઈવાડી ખાતે રહેતા એક ભક્તના ઘરે ભોજન લેશે. જ્યાં તેમને જોવા અને મળવા માટે લોકોની ભીડ ઉમટી પડી હતી. ધીરેન્દ્ર શાસ્ત્રીએ કારમાંથી બહાર નીકળીને લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. 
 
બાગેશ્વરબાબાના અનુયાયીઓ ઊમટી પડ્યા
એરપોર્ટથી બહાર નીકળીનએ અમરાઈવાડી જઈ રહેતા ધીરેન્દ્ર શાસ્ત્રી કારમાં સવાર હતા ત્યારે લોકોએ તેમને ફૂલનો હાર પહેરાવવા પડાપડી કરી હતી. તેમજ મેમેન્ટો અને બુકે પણ લોકો આપતા નજરે પડ્યા હતા. અસહ્ય ગરમી હોવા છતાં પણ બાગેશ્વરબાબાના અનુયાયીઓ ઊમટી પડ્યા હતા. ત્યાર પછી વટવા ખાતે ઠાકુર દેવકીનંદનના નિવાસસ્થાને પહોંચ્યા હતા. ઠાકુર દેવકીનંદન સાથે બપોરે ભોજન બાદ તેઓ ત્રણ વાગ્યે કથામાં હાજરી આપશે. 
 
29 અને 30 મે બે દિવસ બાબાનો દિવ્ય દરબાર
અમદાવાદના ચાણક્યપુરી વિસ્તારમાં આવેલા શક્તિચોક ખાતે 29 અને 30 મે એમ બે દિવસ દિવ્ય દરબારના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્થળ પર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પણ કામગીરી કરવામાં આવી રહી છે જે મેદાન છે, ત્યાં કેટલીક જગ્યાએ રોડ-રસ્તા સરખા કરવાની જરૂરિયાત છે. એના પર પેચ વર્કની કામગીરી કરવામાં આવી હતી. કાર્યક્રમ સ્થળ પર સાફસફાઈ તેમજ વિસ્તારમાં લાઈટો અને રોડ યોગ્ય રીતે બનાવવાની કામગીરી હાલ ચાલી રહી છે

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર